IND vs NZ: માત્ર 11 રનમાં આઉટ થઈને પણ વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, સચિન-ધોનીના ખાસ ક્લબમાં બનાવી જગ્યા
Virat Kohli 300th ODI: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આજે રમાનારી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયા બેટિંગ કરી રહી છે. આ ટૂર્નામેન્ટની અંતિમ ગ્રૂપ સ્ટેજ મેચ છે. ભારતીય ક્રિકેટર કોહલી 300મી વનડે મેચ રમી રહ્યો છે. આ સાથે કોહલી 300 વનડે ઈન્ટરનેશનલ રમનારા દિગ્ગજ ક્રિકેટર્સની યાદીમાં સામેલ થયો છે. સૌથી વધુ ઈન્ટરનેશનલ વનડે રમનારા ખેલાડીઓમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર પ્રથમ સ્થાને છે. સચિન તેંદુલકરે પોતાના વનડે કરિયરમાં 463 વનડે રમી છે. જ્યારે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 350 વનડે રમી છે.
ચાર વનડે વર્લ્ડ કપમાં કોહલી સામેલ
આજની મેચને બાદ કરતાં વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીમાં 299 વનડે ઈન્ટરનેશનલ રમી છે. જેમાં 93.4ના સ્ટ્રાઈક રેટ અને 58.2ની એવરેજ પર કુલ 14085 રન ફટકાર્યા છે. આજની મેચ સાથે તેણે 300 વનડેમાં કુલ 14096 રન ફટકાર્યા છે. આજે તે 11 રન બનાવી આઉટ થયો હતો. વનડે ફોર્મેટમાં વિરાટ કોહલીએ 51 સદી અને 73 અર્ધસદી ફટકારી છે. આ ફોર્મેટમાં બેસ્ટ સ્કોર 183 રન અણનમ રહ્યો હતો. વિરાટ કોહલી ચાર વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે.
આ પણ વાંચોઃ IND vs NZ LIVE: ન્યૂઝીલેન્ડ સામે ભારતીય બેટર્સનો નબળો દેખાય, શ્રેયસે અર્ધસદી ફટકારી
સૌથી વધુ વનડે આ ક્રિકેટરે રમી
સચિન તેંદુલકર બાદ સૌથી વધુ વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમનારો ખેલાડી શ્રીલંકાનો પૂર્વ કેપ્ટન મહિલા જયવર્દન બીજા ક્રમે છે. તેણે 448 ODI રમી છે. ત્રીજા ક્રમે સનથ જયસૂર્યા (445 ODI) છે. જ્યારે ચોથા ક્રમે કુમાર સંગાકાર છે. તેણે 440 વનડે ઈન્ટરનેશનલ રમી છે. આ ખેલાડીઓ બાદ પાકિસ્તાનના શાહિદ અફ્રિદી પાંચમા ક્રમે છે. તેમણે 398 વનડે રમી છે. છઠ્ઠા ક્રમે ઈમામ ઉલ હકએ 378 વનડે મેચ રમી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ 378 ODI રમી છે.