કોહલી ફોર્મમાં પાછું ફરવા પૂર્વ કોચની શરણે, સ્પેશિયલ સેશન યોજી નબળાઈ કરી દૂર, હવે રણજીમાં પરિક્ષા
Virat Kohli holds practice session with sanjay bangar : 13 વર્ષ પછી ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આવતા અઠવાડિયે અરુણ જેટલી સ્ટેડિયમમાં રણજી ટ્રોફીમાં વાપસી કરશે. આ મેચ દિલ્હીની છેલ્લી ગ્રૂપ મેચ રેલ્વે સામે હશે. તાજેતરમાં BCCIએ જાહરે કરેલા નિયમો હેઠળ કોહલી ઘરેલું ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. આ નિયમ અંતર્ગત બધા જ ભારતીય ખેલાડીઓએ ફરજિયાત ઘરેલુ ક્રિકેટ રમવાનું કહેવામાં આવ્યું છે. કોહલી હાલમાં ઓસ્ટ્રેલિયા સામે સમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં કંઈ ખાસ દેખાવ કરી શક્યો ન હતો. જેને લઈને તેના ભવિષ્ય વિશે સવાલો ઉભા થવા માંડ્યા હતા.
કોહલીનું સંજય બાંગડ સાથે સ્પેશિયલ પ્રેક્ટિસ સેશન
આ સીરિઝ દરમિયાન કોહલી વાંરવાર એક જ રીતે ઓફ સ્ટમ્પની બહારની બોલ રમવા જતા આઉટ થઇ જતો હતો. હવે આ ભૂલને સુધારવા માટે કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલિંગ કોચ સંજય બાંગડની મદદ લીધી છે. સંજય કોહલીની રમતને બહુ સારી રીતે સમજે છે. ગળાના પાછળના ભાગમાં દુખાવાના કારણે કોહલીએ સૌરાષ્ટ્ર સામેની મેચ રમ્યો ન હતો. પરંતુ આ દરમિયાન તેણે સંજય બાંગડ સાથેના એક સ્પેશિયલ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. સંજયે કોહલીને સતત ઉપરથી આવતી બોલનો અભ્યાસ કરાવ્યો હતો.
સંજયના કાર્યકાળ દરમિયાન કોહલીનો શાનદાર દેખાવ
જયારે સંજય બાંગડ ભારતીય ટીમનો બોલિંગ કોચ હતો ત્યારે વિરાટ કોહલીનો ક્રિકેટની દુનિયામાં ડંકો વાગતો હતો. કોહલીએ વર્ષ 2014થી વર્ષ 2019 સુધીમાં 80 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. સંજય જ્યારે ટીમનો કોચ હતો ત્યારે તેણે આમાંથી મોટાભાગની સદી કરી હતી. પરંતુ સંજયનો કાર્યકાળ પૂરા થયા પછી કોહલીએ માત્ર બે જ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. વર્ષ 2019ના વર્લ્ડકપ બાદ સંજયનો કાર્યકાળ ખતમ થઇ ગયો હતો અને તેની જગ્યાએ વિક્રમ રાઠોરને બોલિંગ કોચ નિયુક્ત કરવામાં આવ્યો હતો. કોહલીને સંજય બાંગડનો આ સાથ રણજી ટ્રોફીમાં કેટલો ફળશે એ જોવું જ રહ્યું?