Get The App

'કિંગ કોહલી'એ વનડેમાં કરી કમાલ : વિરાટે 49મી સદી ફટકારીને કરી સચિન તેંડુલકરની બરાબરી

વિરાટ કોહલીનો વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 49મી સદી પુરી કરી

119 બોલમાં વિરાટ કોહલીએ આ સદી પુરી કરી

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
'કિંગ કોહલી'એ વનડેમાં કરી કમાલ : વિરાટે 49મી સદી ફટકારીને કરી સચિન તેંડુલકરની બરાબરી 1 - image

તા. 5 નવેમ્બર 2023, રવિવાર

World Cup 2023 : ભારતીય ટીમનો દિગ્ગજ બેસ્ટમેન વિરાટ કોહલીએ તેના બર્થડે પર આખી દુનિયાના ક્રિકેટ ફેન્સના લાંબા સમયના ઈંતજારને પુરો કર્યો છે. વિરાટ કોહલીએ કલકતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ઈન્ડિયા -સાઉથ આફ્રિકાની મેચમાં શાનદાર સદી પુરી કરી હતી. આ વિરાટ કોહલીનો વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 49મી સદી છે. આ સદીની સાથે સાથે વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં સચિન તેંડુલકરથી સૌથી વધારે રેકોર્ડ 49ની બરાબરી કરી દીધી છે. 

તમને જણાવી દઈએ કે, વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલીના બેટિંગમાં આ બીજી સદી થઈ છે. આ પહેલા વિરાટ કોહલીએ તેનો 48મી વનડે સદી બાંગ્લાદેશ સામે લગાવી હતી. જ્યારે વિરાટ કોહલીએ આ સદી 119 બોલમાં પુરી કરી હતી. 

ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા

તમને જણાવી દઈએ કે વર્ષ 2023માં વિરાટ કોહલીની કુલ પાંચ સદી થઈ છે. જ્યારે વર્લ્ડ કપ 2023માં તેમની આ બીજી સદી છે. વિરાટ કોહલીની પાસે આ પહેલા વર્લ્ડ કપ 2023માં 49મી સદી બનાવવાનો મોકો હતો, પરંતુ તેઓ ન્યુઝીલેન્ડ સામે 95 રનમાં આઉટ થઈ ગયા હતા. તે પછી એવુ અનુમાન હતું કે, શ્રીલંકા સામે વિરાટ કોહલી તેનો 49મી સદી બનાવી લેશે, પરંતુ એ વખતે પણ તેઓ 12 થી સદી બનાવવાનું ચુકી ગયા હતા. વિરાટ કોહલી શ્રીલંકા સામે 88 રનના સ્કોર પર આઉટ થઈ ગયા હતા. 

સચિને બાંગ્લાદેશ સામે લગાવી હતી છેલ્લી સદી

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેડુંલકરે વનડે ઈન્ટરનેશનલમાં તેનો 49મી અને છેલ્લી સદી બાંગ્લાદેશ સામે મીરપુરમાં લગાવી હતી. સચિન તેડુંલકરે આ ઈનિંગમાં 147 બોલમાં 114 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાની સામે રવિવારે 5 નવેમ્બરના રોજ રમ્યો હતો, અને તેણે 119 બોલમાં સદી પુરી કરી હતી. તમને બતાવી દઈએ કે, વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં શ્રીલંકા સામે સૌથી વધારે 10 સદી ફટકારી હતી. 



Google NewsGoogle News