76 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર....કોહલી પાસે ડ્રોન બ્રેડમેનનો રેકૉર્ડ તોડવાનો મોકો, એડિલેડમાં કરવું પડશે આ કામ
IND Vs AUS, Virat Kohli : વિરાટ કોહલીએ પર્થમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી. તેની સદીની મદદથી ભારતીય ટીમે સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયામાં કોહલીની આ 10મી આંતરરાષ્ટ્રીય સદી હતી. આ સાથે કોહલી ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ સદી ફટકારનાર વિદેશી બેટર બની ગયો છે. તેણે મહાન બેટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. હવે તેનું લક્ષ્ય ડોન બ્રેડમેનની મોટી ઉપલબ્ધિ છે.
શું કોહલી મહાન ક્રિકેટર ડોન બ્રેડમેનના રેકોર્ડને તોડી નાખશે?
જો કોહલી આ બોર્ડર-ગાવસ્કર સીરિઝની બાકીની ચાર ટેસ્ટમાં બીજી સદી ફટકારે છે. તો તે તે 76 વર્ષથી ડોન બ્રેડમેનના રેકોર્ડને તોડી નાખશે. બ્રેડમેને વર્ષ 1930 થી 1948 વચ્ચે ઈંગ્લેન્ડમાં 11 સદી ફટકારી હતી. તે એવા ક્રિકેટર છે કે જેણે કોઈ એક દેશમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. આ દિગ્ગજ ખેલાડીએ તેની કારકિર્દીમાં ઇંગ્લિશ ધરતી પર રમાયેલી 19 મેચોની 30 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આમાં તેની સરેરાશ 102.84 હતી. બ્રેડમેનનો સર્વોચ્ચ સ્કોર 334 હતો. તેણે આ સમયગાળા દરમિયાન ઈંગ્લેન્ડમાં ત્રણ અડધી સદી પણ ફટકારી હતી.
કોહલી સચિન અને સુનીલ ગાવસ્કર કરતાં આગળ
કોહલીની વાત કરીએ તો તેણે 2011થી ઓસ્ટ્રેલિયામાં 43 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ દરમિયાન તેણે 10 સદી ફટકારી હતી. જેક હોબ્સ (ઓસ્ટ્રેલિયામાં 9 સદી) અને સચિન તેંડુલકર (શ્રીલંકામાં 9 સદી) સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝમાં 7 સદી સાથે સર વિવિયન રિચર્ડ્સ ચોથા સ્થાને અને સુનીલ ગાવસ્કર પાંચમા સ્થાને છે. રિચર્ડ્સે ઈંગ્લેન્ડમાં 8 સદી ફટકારી છે.
ઓસ્ટ્રેલિયામાં કોહલીનું શ્રેષ્ઠ પ્રદર્શન
ઓસ્ટ્રેલિયામાં આ 10 સદીઓમાં કોહલીની શ્રેષ્ઠ ઇનિંગ મેલબોર્ન ટેસ્ટમાં ભારતના 2014-15 પ્રવાસ દરમિયાનની હતી. જ્યારે તેણે 169 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં તમામ ફોર્મેટમાં કોહલીએ 43 મેચમાં 2710 રન બનાવ્યા હતા. તેની સરેરાશ 54.20 રહી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડ ઓવલ ખાતે પિંક બોલથી રમાશે. ભારતે પર્થમાં પહેલી ટેસ્ટ મેચ 295 રને જીતી લીધી હતી.