Get The App

Virat Kohli : આખરે આતુરતાનો અંત..! વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં રનનો ઐતિહાસિક રેકૉર્ડ બનાવ્યો

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
Virat Kohli : આખરે આતુરતાનો અંત..! વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં રનનો ઐતિહાસિક રેકૉર્ડ બનાવ્યો 1 - image

Virat Kohli : ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ ઈતિહાસ રચી દીધો છે. કોહલીએ ટેસ્ટમાં 9 હજાર રન પૂરા કરનાર ભારતનો ચોથો બેટર બની ગયો છે. તેના પહેલા માત્ર સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જ અહીંયા સુધી પહોંચી શક્યા હતા. ટેસ્ટના ત્રીજા દિવસે બીજી ઇનિંગમાં કોહલીએ અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 42મી ઓવરના ચોથા બોલ પર સિંગલ લઈને તેની ટેસ્ટ કારકિર્દીના 9 હજાર રન પૂરા કર્યા. તેની ઈનિંગ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે ભારતીય ટીમ પહેલી ઇનિંગના આધારે ન્યૂઝીલેન્ડથી 356 રનથી પાછળ રહી ગઈ હતી.

વિરાટ કોહલીએ આ ઇનિંગમાં ક્રિકેટના ચાહકો અને ટીમ મેનેજમેન્ટની અપેક્ષાઓ અનુસારનું પ્રદર્શન કર્યું હતું. યશસ્વી જયસ્વાલ આઉટ થયા પછી બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલી ને ક્રીઝ પર થોડો સમય થયો હતોને ત્યાં જ કેપ્ટન રોહિત શર્માની વિકેટ પડી ગઈ હતી. તે કમનસીબે અડધી સદી ફટકાર્યા બાદ બોલ્ડ થઇ ગયો હતો. આ પછી કોહલીએ યુવા સરફરાઝ ખાન સાથે મળીને ઇનિંગની કમાન સંભાળી હતી. બંને ટીમને 200ના સ્કોરથી આગળ લઈ ગયા હતા.

આ દરમિયાન વિરાટ કોહલીએ 9 હજાર રન સુધી પહોંચવા માટે 197 ઇનિંગ્સ લાગી હતી. જ્યારે ગાવસ્કર, તેંડુલકર અને દ્રવિડે તેના કરતા ઓછી ઇનિંગ્સ રમીને આ આંકડો સ્પર્શ કર્યો હતો. સુનીલ ગાવસ્કર ભારત માટે ટેસ્ટમાં 9 હજાર રન બનાવનાર પ્રથમ બેટર હતા. તેમણે આ સિદ્ધિ સન 1985માં ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં હાંસલ કરી હતી. અને તેમણે 192 ઇનિંગ્સ રમી હતી.

બીજી તરફ સચિન તેંડુલકરે વર્ષ 2004માં ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં 9 હજાર રન પૂરા કર્યા હતા. સચિને 179 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડે સૌથી ઓછી 176 ઇનિંગ્સ લીધી હતી. તેણે વર્ષ 2006માં કિંગસ્ટન ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની ટેસ્ટ કારકિર્દીના 9 હજાર રન પૂરા કર્યા હતા.

Virat Kohli : આખરે આતુરતાનો અંત..! વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં રનનો ઐતિહાસિક રેકૉર્ડ બનાવ્યો 2 - image


Google NewsGoogle News