Get The App

IND vs NZ: શૂન્ય પર આઉટ થયો વિરાટ કોહલી, છતાં તોડ્યો ધોનીનો આ મહત્ત્વનો રેકૉર્ડ

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
IND vs NZ: શૂન્ય પર આઉટ થયો વિરાટ કોહલી, છતાં તોડ્યો ધોનીનો આ મહત્ત્વનો રેકૉર્ડ 1 - image


Image: Facebook

IND vs NZ: ભારતીય ટીમના સુપરસ્ટાર ખેલાડી વિરાટ કોહલીના બેટથી તમામ ચાહકોને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બેંગલુરુ ટેસ્ટ મેચમાં મોટી ઈનિંગની આશા હતી પરંતુ કોહલીને તમામને નિરાશ કર્યા અને કોઈ રન બનાવ્યા વિના પોતાની વિકેટ ગુમાવી બેઠો. જોકે તેમ છતાં વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો એક મોટો રેકોર્ડ તોડવામાં જરૂર સફળ રહ્યો. ટીમ ઈન્ડિયા તરફથી બેંગલુરુ ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં ખૂબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં સમગ્ર ટીમ માત્ર 46 સ્કોર પર સમેટાઈ ગઈ. 

વિરાટ કોહલી હવે માત્ર સચિન તેંડુલકરથી પાછળ

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ટીમ તરફથી સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ જ્યાં હજુ પણ મહાન ખેલાડી સચિન તેંડુલકરના નામે છે તો બીજી તરફ આ લિસ્ટમાં હવે બીજા નંબરે વિરાટ કોહલી આવી ગયો છે. જેણે એમએસ ધોનીના રેકોર્ડને તોડવાનું કામ કર્યું છે. કોહલીએ ત્રણેય ફોર્મેટમાં મળીને અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે 536 મેચ રમી છે. એમએસ ધોનીએ ભારતીય ટીમ તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વર્ષ 2004થી લઈને 2019 સુધી કુલ 535 મેચ રમી હતી. આ લિસ્ટમાં નંબર-1 ના સ્થાને સચિન તેંડુલકરે કુલ 664 મેચ ભારતીય ટીમ તરફથી રમી છે.

આ પણ વાંચો: કોહલીનો 'વિરાટ' શરમજનક રેકોર્ડ, '0' પર આઉટ થવામાં નંબર-1, દિગ્ગજ કોમેન્ટેટર ભડક્યો

કોહલી પોતાના કરિયરમાં 38મી વખત ડક પર પવેલિયન ફર્યો

વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બેંગલુરુ ટેસ્ટ મેચમાં ડક પર આઉટ થયો જેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તે ત્રણેય ફોર્મેટ મળીને 38મી વખત ખાતું ખોલ્યા વિના પવેલિયન ફર્યો છે. કોહલી હવે આ મામલે હરભજન સિંહથી આગળ નીકળી ચૂક્યો છે. ભારત માટે સૌથી વધુ વખત ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડક પર આઉટ થવાનો રેકોર્ડ ઝહીર ખાનના નામે છે જે 43 વખત શૂન્ય પર પવેલિયન ફર્યો છે.


Google NewsGoogle News