VIDEO : હરપ્રીત બ્રારે કરી ઉતાવળ તો ભડક્યો કોહલી, કહ્યું- ‘***** સાંસ તો લેને દે’
કોહલીએ 49 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા
Image:IANS |
Virat Kohli Got Frustrated : IPL 2024ની છઠ્ઠી મેચ ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં RCBએ 4 વિકેટથી જીત મેળવી હતી. મેચ દરમિયાન પંજાબના સ્પિનર હરપ્રીત બ્રારે પોતાની બોલિંગ વડે ખૂબ પ્રભાવિત કર્યો હતો. હરપ્રીતે 4 ઓવરમાં 13 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. હરપ્રીતે રજત પાટીદાર અને ગ્લેન મેક્સવેલને આઉટ કર્યો હતો. હરપ્રીત બોલિંગ દરમિયાન ઉતાવળ કરી રહ્યો હતો જેથી વિરાટ કોહલી નારાજ થઇ ગયો હતો.
વિરાટે પંજાબીમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો
હરપ્રીત RCBની ઈનિંગની 13મી ઓવર નાખવા આવ્યો ત્યારે તે સમયે ગ્લેન મેક્સવેલ સ્ટ્રાઈક પર હતો અને વિરાટ કોહલી નોન-સ્ટ્રાઈકર એન્ડ પર હતો. વિરાટ કોહલી ઓવરો વચ્ચેના વિરામથી ખુશ દેખાતો ન હતો. જ્યારે બ્રાર બોલિંગ કરવા તૈયાર હતો, ત્યારે નોન-સ્ટ્રાઈકરના છેડે ઊભેલા વિરાટ કોહલીએ કહ્યું, '***** સાંસ તો લેને દે.' વિરાટે પંજાબીમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ સાંભળીને ગ્લેન મેક્સવેલ હસવા લાગ્યો હતો.
કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો
મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 176 રન બનાવ્યા હતા જેના જવાબમાં RCBએ 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા અને મેચ 4 વિકેટથી જીતી લીધી હતી. વિરાટ કોહલીને 77 રનની શાનદાર ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ 49 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા.