આ ખેલાડીએ એક જ મેચમાં ખેરવી નવ વિકેટ, તો કોહલીએ ભેટમાં આપ્યું પોતાનું બેટ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
આ ખેલાડીએ એક જ મેચમાં ખેરવી નવ વિકેટ, તો કોહલીએ ભેટમાં આપ્યું પોતાનું બેટ 1 - image


Virat Kohli Gift Bat To Aakash Deep: ભારતનો સ્ટાર ક્રિકેટ વિરાટ કોહલીએ તેના સાથી ક્રિકેટર આકાશ દીપને પોતાનું બેટ આપીને ચર્ચાનો વિષય બની ગયો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થોડા દિવસો બાગ ટેસ્ટ સીરિઝ શરૂ થવા જઈ રહી છે. જેમાં આકાશ દીપની પણ પસંદગી કરવામાં આવી છે. આ પહેલા કોહલી તરફથી ભેટમાં બેટ મેળવીને આકાશનું મનોબળ ઘણું વધી ગયું છે.

આકાશ દીપે વિરાટ કોહલીના બેટની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, 'થેંક યુ વિરાટ ભાઈ.' અહીં તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા વિરાટે રિંકુ સિંહને બેટ આપ્યું હતું. આ સિવાય 'કિંગ કોહલી' ઘણાં ક્રિકેટરોને પોતાનું બેટ ભેટમાં આપી ચૂક્યો છે. આકાશને જે બેટ ભેટમાં મળ્યું છે તે નવું બેટ નથી, પરંતુ વિરાટે તેની સાથે પ્રેક્ટિસ કરેલી છે, અને ભૂતકાળમાં ઘણી યાદગાર ઇનિંગ્સ રમી ચૂક્યો છે.

આ પણ વાંચો : ‘ગૌતમ ગંભીર મારો દોસ્ત નહોતો, અમે તો ઓપનિંગ માટે લડતા હતા’ ભારતના પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો ખુલાસો

હાલમાં આકાશ દીપ દુલીપ ટ્રોફીમાં રમી રહ્યો છે. તે ભારત-A ટીમનો ભાગ છે. તેણે અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે, પરંતુ પહેલી જ મેચમાં તેણે 9 વિકેટ લઈને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેના આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આકાશને બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી પહેલી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી શકે છે.

આકાશે તેની અત્યાર સુધીની કારકિર્દીમાં 32 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 116 વિકેટ ઝડપી છે. આ જ વર્ષે તેણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તે મેચમાં આકાશે 3 વિકેટ ઝડપી હતી.


Google NewsGoogle News