VIDEO : આખરે વિરાટ કોહલીને મળ્યું T20 વર્લ્ડકપનું ઈનામ, બે મહિના બાદ હાથમાં આવી કિંમતી ભેટ
Virat Kohli Gets Special Ring : ભારતીય ટીમના સુપર હિટ ખેલાડી અને હાલ IPL-2025માં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમમાં રમી રહેલા વિરાટ કોહલીને આખરે T20 વર્લ્ડકપનું ઈનામ મળી ગયું છે. બે મહિના પહેલા એવોર્ડ ફંક્શન યોજાયો હતો, જોકે તેના બે મહિના બાદ કોહલીને કિંતમી ભેટ મળી ગઈ છે.
BCCIએ જીતની ખુશીમાં એવોર્ડ ફંક્શન યોજાયો હતો
વાસ્તવમાં ગત વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં T20 વર્લ્ડકપ-2024 રમાયો હતો, જેમાં ભારતીય ટીમના સુકાની રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. આ જીતની ખુશી વ્યક્ત કરવા BCCIએ એવોર્ડ ફંક્શનનું આયોજન કર્યું હતું, જેમાં ટીમ ઈન્ડિયાના તમામ સભ્યોને ખાસ રીંગ આપવામાં આવી હતી. બીસીસીઆઈની સ્પોન્સર્સ ડ્રીમ-11 દ્વારા તમામ ખેલાડીઓને રિંગ અપાઈ હતી. આ રિંગ પર તમામ ખેલાડીઓના નામના શરૂઆતના અક્ષરો લખવામાં આવ્યા છે. વર્લ્ડકપની ફાઈનલ મેચમાં કોહલીએ પણ દમદાર મેચ રમી 79 રન નોંધાવ્યા હતા.
વિરાટને બે મહિના બાદ મળી ભેટ
દમદાર બેટિંગના કારણે ફાઈનલ મેચમાં કોહલીને ‘પ્લેયર ઑફ ધ યર’ જાહેર કરવામાં આવ્યો હતો, જોકે BCCI દ્વારા યોજાયેલ એવોર્ડ ફંક્શનની ભેટ હવે કોહલીના હાથમાં આવી છે. વાસ્તવમાં બે મહિના પહેલા 31 જાન્યુઆરીએ આ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વખતે ફંક્શનમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ સહિત તમામ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા, જોકે કોહલી ત્યાં આવી શક્યો ન હતો અને હવે કોહલીને આ ભેટ આપવામાં આવી છે.
“His Time is N̶o̶w̶ Forever” 😎🖐
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 6, 2025
Virat Kohli is THE vibe! 😆❤️
🎧: John Cena (My Time is Now) pic.twitter.com/69uXWrPtcE
RCB રિંગ સાથેનો કોહલીનો વીડિયો શેર કર્યો
રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આજે (6 એપ્રિલ) એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં કોહલી પ્રેક્ટિસ સેશન બાદ રિંગ દેખાડી રહ્યો છે. આ દરમિયાન તેના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે. કોહલી હાલ ટીમ સાથે મુંબઈમાં છે અને સાત એપ્રિલે તેમની ટીમ RCBનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સાથે થવાનો છે. બીસીસીઆઈનું હેડક્વાર્ટર પણ મુંબઈમાં છે. આવી સ્થિતિમાં બે મહિના બાદ વિરાટને આ ભેટ અપાઈ હોવાની સંભાવના છે. લીલા રંગની રિંગમાં BCCIનો લોગો છે અને રિંગની ચારેતરફ હિરા લાગેલા દેખાઈ રહ્યા છે. રિંગની સાઈડમાં વિરાટ કોહલીના આક્ષર VK લખાયેલું પણ દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો : મુંબઈ ઈન્ડિયન્સ માટે ખુશખબર, જસપ્રીત બુમરાહ આ મેચથી કરશે વાપસી!