VIDEO: ‘મારાથી વધારે તો તારા ઝઘડા થતા...’, ગંભીરે પત્રકાર બની કોહલીનો ઈન્ટરવ્યૂ લીધો

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
Star Cricketers Interviews


Virat Kohli Gautam Gambhir Interview: ચેન્નઈમાં બાંગ્લાદેશ સાથે યોજાનારી પ્રથમ ટેસ્ટ મેચ પહેલાં જ ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને હેડ કોચ ગૌતમ ગંભીર એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતાં. બંનેએ એકબીજાનું ઈન્ટરવ્યૂ લઈ રહ્યા હતા, અને મસ્તી-મજાકના મૂડમાં એકબીજા સાથે રમૂજ કરી રહ્યા હતાં.

આ ઈન્ટરવ્યૂમાં બંને ખેલાડીઓએ એકબીજાની શાનદાર ઇનિંગ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે દરમિયાન કોહલીએ ગંભીરને એવો સવાલ પૂછ્યો કે, જેના પર ગંભીર પોતાનું હાસ્ય રોકી શક્યો નહીં અને જોર જોરથી હસવા લાગ્યો હતો. ઈન્ટરવ્યુની શરૂઆતમાં કોહલીએ કહ્યું કે અમારા બંને માટે આ એક મસાલેદાર ઈન્ટરવ્યુ છે.

આ પણ વાંચોઃ નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાનો 'ગબ્બર' જાણીતી ટુર્નામેન્ટમાં ગુજરાતનું કરશે નેતૃત્વ, ફેન્સ પણ ચોંક્યા

લાંબા સમય બાદ બંને વચ્ચે સારૂ બોન્ડિંગ જોવા મળ્યું

BCCIએ આ ખાસ મુલાકાતનો વીડિયો જાહેર કર્યો છે. આ દરમિયાન આ બંને દિગ્ગજ ખેલાડીઓએ જણાવ્યું કે ક્રિકેટના મેદાનમાં તેમનું મન કેવી રીતે કામ કરે છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીનો આ પ્રકારનો કદાચ પહેલો વીડિયો ઈન્ટરવ્યુ છે. ઉલ્લેખનીય છે, IPL 2023 અને તે પહેલાં 2013માં કોહલી અને ગંભીર વચ્ચે લડાઈ થઈ હતી. પરંતુ IPL 2024 અને ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા બાદ કોહલી અને ગંભીર વચ્ચે જોરદાર બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.



ઈન્ટરવ્યૂમાં એવું તો શું પૂછ્યું

કિંગ કોહલીએ ગૌતમ ગંભીરને પૂછ્યું કે જ્યારે તમે સામેની ટીમના ખેલાડીઓ સાથે વાત કરો છો, ત્યારે શું એવું લાગે છે કે તમે તમારા ઝોનમાંથી બહાર જઈ રહ્યા છો કે પછી તમે તેમાંથી વધુ પ્રેરણા મળે છે? આ સાંભળીને ગંભીર જોર-જોરથી હસવા લાગ્યો અને કોહલીને સામો સવાલ કર્યો કે, મારા કરતાં તો તું આ મુદ્દે વધુ જાણે છે, મારા કરતાં તે વધુ ઝઘડા કર્યા છે, મને લાગે છે કે, આનો વધુ સારો જવાબ તુ જ આપી શકીશ. આટલું કહેતાં જ બંને હસવા લાગ્યા અને કોહલીએ કહ્યું કે, હું તો ફક્ત કોઈ મારી (વર્તૂણક) સાથે સહમત થાય, અને કહે કે, હા તે સમયે એવુ જ થાય છે.

બંનેએ એક-બીજાની ઈનિંગ્સ યાદ કરી

આ દરમિયાન ગંભીરે વિરાટ કોહલીના ઓસ્ટ્રેલિયા પ્રવાસને યાદ કર્યો, જ્યાં કિંગ કોહલીએ ઘણા રન બનાવ્યા હતા. 2014-15ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિરાટ કોહલીએ 692 રન બનાવ્યા હતા, જેમાં ચાર સદી સામેલ હતી. ગંભીરે નેપિયરમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પોતાની ઇનિંગ્સની પણ ચર્ચા કરી હતી. જ્યાં તે સતત બે દિવસ સુધી અણનમ રહ્યો હતો, પરિણામે ભારત તે મેચ ડ્રો કરાવવામાં સફળ રહ્યુ હતું. એક મેચમાં ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 619 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 305 રન બનાવી શકી હતી, જે બાદ ન્યુઝીલેન્ડે ફોલોઓન કર્યું હતું. ગંભીરે બીજી ઇનિંગમાં 436 બોલમાં 137 રન બનાવ્યા અને બે દિવસના સમયગાળામાં 643 મીનિટ રમી હતી. બાદમાં વેલિંગ્ટનમાં વધુ એક ડ્રો બાદ ભારતે ઈનિંગ 1-0થી જીતી લીધી હતી. કોહલી સાથે વાત કરતા ગંભીરે કહ્યું કે મને નથી લાગતું કે હું ફરી ક્યારેય જીવનમાં આ પ્રકારના ઝોનમાં રમી શકીશ.

VIDEO: ‘મારાથી વધારે તો તારા ઝઘડા થતા...’, ગંભીરે પત્રકાર બની કોહલીનો ઈન્ટરવ્યૂ લીધો 2 - image


Google NewsGoogle News