Virat Kohli Video: લંડનની ગલીઓમાં ભટકતો દેખાયો કિંગ કોહલી! લોકોએ કહ્યું- ઓળખાતો પણ નથી
Virat Kohli Video: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજકાલ વાયરલ છે. કારણ કે ભારતે ઈંગ્લેન્ડના લૉર્ડર્સ ક્રિકેટ મેદાનમાં ટેસ્ટ ક્રિકેટમાં મેળવેલી જીતને 3 વર્ષ પૂરા થયા છે. તો બીજી તરફ શ્રીલંકા સામેની શ્રેણી પુરી થયા બાદ વિરાટ લંડન પરત જતો રહ્યો હતો. હવે લંડનથી વિરાટ કોહલીનો એક વીડિયો સામે આવ્યો છે.
ICC ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટે ક્રિકેટનાં સૌથી ટૂંકા ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હતો. વિરાટ પોતે ફેમિલી મેન છે અને જ્યારે ક્રિકેટમાંથી નવરાશ મળે કે તરત પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. ટી20 વર્લ્ડ કપ બાદ તેણે થોડો સમય લંડનમાં વિતાવ્યો હતો. ત્યાર બાદ શ્રીલંકા સામેની શ્રેણી બાદ તે ફરીથી લંડન પહોંચી ગયો હતો. લંડનમાં તે એક બે વખત પત્ની અનુષ્કા શર્મા સાથે ભજનમાં ભાગ લેતો પણ જોવા મળ્યો હતો. હવે ફરી ભારતીય ક્રિકેટરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રસ્તા પર ફરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને ક્રિકેટ પ્રેમીઓને નવાઈ લાગી હતી.
વિરાટ કોહલી આ વીડિયોમાં તે લંડનની સડકો પર ઉભેલો જોવા મળી રહ્યો છે. કોઈ સેલિબ્રિટીની જેમ નહીં પણ સામાન્ય માણસની જેમ તે રોડ ક્રોસ કરવા માટે વાહનોની રાહ જોતો ઉભેલો જોવા મળે છે. જો ભારતમાં હોય તો વિરાટ માટે આવું કરવું લગભગ અશક્ય હોય. કારણ કે ભારતમાં તેના ફેન્સની સંખ્યા કરોડોમાં છે. પણ બ્રિટનમાં તેને આ રીતે જોઈને લોકો ઓટોગ્રાફ માટે તેની પાછળ દોડતા નથી. કેટલાક લોકોએ આ વીડિયોની કૉમેન્ટ્સમાં પણ તેઓનો કિંગ માંટેનો પ્રેમ દર્શાવ્યો હતો. તો કેટલાકે કહ્યું હતું કે કોઈનાથી વિરાટ કોહલી ઓળખી પણ નથી શકાતો?
શ્રીલંકામાં રમાયેલી ODI શ્રેણી બાદ ભારતીય ટીમના ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે કહેવામાં આવ્યું છે. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને જો કે આમાંથી રાહત આપવામાં આવી છે. દુલીપ ટ્રોફી માટે પસંદ કરાયેલી ટીમમાં શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ અને ઋષભ પંત જેવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. ઋતુરાજ ગાયકવાડ અને શુભમન જેવા ખેલાડીઓની નેતૃત્વ કરવાની ક્ષમતાની પણ અહીં પરીક્ષા થશે.