અનુષ્કા શર્માની પ્રેગ્નન્સી ન્યુઝ વચ્ચે તાત્કાલિક ફ્લાઇટ કરાવીને મુંબઇ પહોંચ્યા વિરાટ કોહલી

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
અનુષ્કા શર્માની પ્રેગ્નન્સી ન્યુઝ વચ્ચે તાત્કાલિક ફ્લાઇટ કરાવીને મુંબઇ પહોંચ્યા વિરાટ કોહલી 1 - image


નવી દિલ્હી,તા. 2 ઓક્ટોબર 2023,સોમવાર 

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ કપવ પોતાની ક્યુટનેસને લઇને તો ચર્ચામાં હોય જ છે. અભિનેત્રી બીજી વખત ગર્ભવતી હોવાની ચર્ચા થઇ રહી છે. જોકે, આ કપલે હજુ સુધી બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી નથી. હવે અનુષ્કા શર્મા બીજી વખત ગર્ભવતી હોવાના સમાચાર વચ્ચે ગુવાહાટીમાં વર્લ્ડકપ 2023ની વોર્મ-અપ મેચોમાં વ્યસ્ત વિરાટ કોહલીને ઉતાવળે મુંબઈ પરત ફરવું પડ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, વિરાટ મંગળવારે તિરુવનંતપુરમમાં નેધરલેન્ડ સામે ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપની ટીમ ઈન્ડિયાની બીજી પ્રેક્ટિસ મેચમાં વ્યસ્ત હતો. વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માને મળવા માટે ગુવાહાટીથી મુંબઈની ઈમરજન્સી ફ્લાઈટ લીધી હતી અને તેનાથી અનેક અટકળોને વેગ મળી રહ્યો છે. જો કે વિરાટ કોહલીના અચાનક ઈમરજન્સીમાં પરત ફરવા પાછળનું કારણ બહાર આવ્યું નથી.

મહત્વનું છેકે, એશિયા કપ બાદ હવે ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. આ વર્લ્ડ કપ ભારતમાં 12 વર્ષ પછી શરૂ થઈ રહ્યો છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે નવા મહેમાનનું સ્વાગત 11 જાન્યુઆરી, 2021ના રોજ કર્યું હતુ. અનુષ્કા અને વિરાટે તેમની દીકરીનું નામ વામિકા રાખ્યું છે. જોકે, અત્યાર સુધી આ કપલે પુત્રીનો ચહેરો પણ જાહેર કર્યો નથી. 


Google NewsGoogle News