વિક્ટ્રી પરેડ પતાવી વિરાટ કોહલી તરત જ લંડન ઉપડી ગયો, શું કોઈ ઈમરજન્સી આવી? જાણો મામલો
Image: Facebook
Virat Kohli: મુંબઈમાં 4 જુલાઈએ ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024ની જીતનો જોરદાર જશ્ન મનાવ્યો. મુંબઈના રસ્તા પર ચાહકો પણ ટીમ ઈન્ડિયાની જીતના જશ્નમાં સામેલ હતા. વાનખેડે સ્ટેડિયમ સુધી ટીમ ઈન્ડિયાએ મેગા રોડ શો કાઢ્યો. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડી બસની છત પર હતા અને ચાહકોનું અભિવાદન કર્યું.
આ દરમિયાન વિરાટ કોહલીએ પણ ચાહકોમાં ખૂબ ઉત્સાહ ભર્યો. વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ વિક્ટ્રી પરેડ કાઢી, જેમાં વિરાટ કોહલી વંદે માતરમ ગાતોસૌથી આગળ હતો. વિક્ટ્રી પરેડ બાદ કિંગ કોહલી લંડન માટે રવાના થઈ ગયો હતો, જેનું મોટું કારણ પણ સામે આવ્યું છે.
વિરાટ કોહલી આ કારણસર લંડન ગયો
મુંબઈમાં વિક્ટ્રી પરેડ પૂર્ણ થયા બાદ વિરાટ કોહલીને એરપોર્ટ પર જોવામાં આવ્યો. કિંગ કોહલી લંડન રવાના થયો. અનુષ્કા શર્મા, વામિકા અને અકાય લંડનમાં છે તેથી વિરાટ કોહલી પોતાના પરિવારને મળવા લંડન ગયો છે. આ પહેલા વિરાટે દિલ્હીમાં પોતાના ભાઈ-બહેનની સાથે પણ સારો સમય પસાર કર્યો હતો. હંમેશાથી જ જોવામાં આવ્યું છે કે જ્યારે-જ્યારે વિરાટને ક્રિકેટથી સમય મળે છે તો તે વધુથી વધુ સમય પોતાના પરિવારની સાથે પસાર કરવાનું પસંદ કરે છે.
એટલું જ નહીં ઘણી વખત મેચ જીત્યા બાદ વિરાટ કોહલીને અનુષ્કા શર્માની સાથે વીડિયો કોલ કરતા જોવામાં આવ્યો છે. વર્લ્ડ કપ ફાઈનલ જીત્યા બાદ પણ કોહલીએ આ કર્યું હતુ. ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ 76 રનોની શાનદાર ઈનિંગ રમીને ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ ઈનિંગ માટે કોહલીને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. કોહલીએ વર્લ્ડ કપ ફાઈનલ બાદ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધાનું પણ એલાન કરી દીધું હતું.