World Cup 2023: વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલી બન્યા પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ, બનાવ્યા 765 રન
વર્લ્ડ કપમાં સૌથી સારું પ્રદર્શન કરનારા વિરાટ કોહલી પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ
વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું
વર્લ્ડ કપ 2023નું સમાપન થઈ ચૂક્યું છે. અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું છે. ત્યારે વર્લ્ડ કપમાં સૌથી સારું પ્રદર્શન કરનારા વિરાટ કોહલી પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરાયા છે. તેમણે ટૂર્નામેન્ટમાં 765 રન બનાવ્યા છે, 1 વિકેટ ઝડપી છે અને કેટલાક મોટા રેકોર્ડ બનાવ્યા છે.
765 runs, one wicket and countless records after! 👊
— ICC (@ICC) November 19, 2023
Virat Kohli emerges as the #CWC23 Player of the Tournament 🤩
Read more 👉 https://t.co/9kF4Wg0Q2h pic.twitter.com/5FxztMkGwK
- વર્ષ 1992માં રમાયેલા વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોને વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો.
- વર્ષ 1996ના વર્લ્ડ કપમાં શ્રીલંકન ખેલાડી સનથ જયસૂર્યાને આ સન્માન મળ્યું હતું. જણાવી દઈએ કે તેમણે 221 રન બનાવ્યા હતા અને સાથે જ 7 વિકેટ પણ મેળવી હતી.
- દક્ષિણ આફ્રીકાના ઓલરાઉન્ડર લાન્સ ક્લૂજનરને વર્ષ 1999ના વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ મળી હતી. જણાવી દઈએ કે, લાન્સે 281 રન બનાવ્યા હતા સાથે જ 17 વિકેટ મેળવી હતી.
- વર્ષ 2003માં વર્લ્ડકપમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ મળ્યું હતું. સચિને 673 રન બનાવ્યા હતા.
- ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ગ્લેન મેક્ગ્રાને વર્ષ 2007માં વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો.
- વર્ષ 2011માં વર્લ્ડ કપમાં યુવરાજ સિંહ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યા હતા. તેમણે 362 રન બનાવ્યા હતા. જ્યારે 15 વિકેટ મેળવી હતી.
- વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ મળી હતી. તેમણે 22 વિકેટ ઝડપી હતી.
- વર્ષ 2019માં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને મળ્યો હતો. તેમણે ટૂર્નામેન્ટમાં 578 રન બનાવ્યા હતા.
6 વિકેટથી ઓસ્ટ્રેલિયા જીત્યું અને છઠ્ઠી વખત ઓસ્ટ્રેલિયા બન્યું WC ચેમ્પિયન
ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટથી હરાવી દીધું. ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને તેમણે 42 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો. ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે 137 રનોની મેચ વિનિંગ ઈનિંગ રમી. માર્નસ લાબુશેન પણ 58 રન બનાવીને અણનમ રહ્યા. ટાર્ગેટનો પીછો કરતા કાંગારુ ટીમે 47 રનો પર જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બાદમાં માર્નસ લાબુસેન અને ટ્રેવિસ હેડે 192 રનોની પાર્ટનરશિપ કરીને મેચને એકતરફી બનાવી દીધી હતી.