VIDEO : અયોધ્યામાં વિરાટનો ડુપ્લિકેટ જોવા મળ્યો, ચાહકોએ સેલ્ફી લેવા કરી પડાપડી

વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની પ્રથમ બે મેચમાંથી બહાર થઇ ગયો છે

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
VIDEO : અયોધ્યામાં વિરાટનો ડુપ્લિકેટ જોવા મળ્યો, ચાહકોએ સેલ્ફી લેવા કરી પડાપડી 1 - image
Image: Screengrab

Duplicate Virat Kohli In Ayodhya : અયોધ્યામાં ગઈકાલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દરમિયાન આ મહોત્સવમાં દેશભરની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. રાજનીતિથી લઈને રમત જગતના જાણીતા નામ હાજરી આપવા અયોધ્યા પહોંચ્યા હતા. વિરાટ કોહલીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે ત્યાં પહોંચી શક્યો ન હતો. જો કે વિરાટના ડુપ્લિકેટે ચોક્કસપણે અયોધ્યામાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

ડુપ્લિકેટ વિરાટ સાથે ફેન્સે લીધી સેલ્ફી

પ્રાણ પ્રતિષ્ઠા બાદ અચાનક એક વ્યક્તિ ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરીને અયોધ્યાના રસ્તા પર આવી ગયો હતો. આ વ્યક્તિ દેખાવામાં ઘણી હદ સુધી વિરાટ કોહલી જેવો લાગી રહ્યો હતો. તેની જર્સી પર પણ વિરાટ લખ્યું હતું. યુવાઓએ આ વ્યક્તિ સાથે સેલ્ફી લેવા માટે તેને ઘેરી લીધો હતો. કોહલીના ડુપ્લિકેટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

કોહલી પ્રથમ બે ટેસ્ટમાંથી થયો બહાર

વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે રમાનાર 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ બે મેચથી બહાર થઇ ગયો છે. અંગત કારણોસર વિરાટ BCCIથી બ્રેક માંગ્યો હતો. BCCI પોતે આ અંગે માહિતી આપી હતી. જો કે બોર્ડે હજુ સુધી તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી.

VIDEO : અયોધ્યામાં વિરાટનો ડુપ્લિકેટ જોવા મળ્યો, ચાહકોએ સેલ્ફી લેવા કરી પડાપડી 2 - image


Google NewsGoogle News