Get The App

IND vs BAN: કોહલીની મોટી ભૂલ, નોટઆઉટ હોવા છતાં કર્યું આ કામ, રોહિત શર્મા થઈ ગયો નારાજ

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
IND vs BAN: કોહલીની મોટી ભૂલ, નોટઆઉટ હોવા છતાં કર્યું આ કામ, રોહિત શર્મા થઈ ગયો નારાજ 1 - image


IND vs BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ટોપ ઓર્ડરમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની જલ્દી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ તમામની નજર ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલી પર ટકેલી હતી, પરંતુ કોહલીના એક નિર્ણયે ફેન્સનું દિલ તોડી નાખ્યું હતું. નોટઆઉટ હોવા છતાં પણ વિરાટ કોહલીએ રીવ્યુ ન લેવાના કારણે તેની વિકેટ બાંગ્લાદેશની મળી ગઈ ગતી. વિરાટ કોહલીના આ નિર્ણયથી કેપ્ટન રોહિત શર્મા પણ નાખુશ જોવા મળ્યો હતો. 

વિરાટ કેવી રીતે થયો આઉટ? 

ટીમે બે વિકેટ ગુમાવ્યા બાદ વિરાટ અને ગિલની વચ્ચેની ભાગીદારી મજબૂત થઇ રહી હતી. બંને શાનદાર રીતે ઇનિંગને સંભાળી રહ્યા હતા, પરંતુ વીસમી ઓવર ફેંકવા આવેલા મેહદીએ વિરાટ કોહલીને LBW કરી આઉટ કર્યો હતો, પરંતુ આ સમયે કોહલીએ ગિલ સાથે પોતે આઉટ થયો એ અંગે વાતચીત કરી મેદાન છોડી દીધું હતું. વિરાટના ગયા બાદ જ્યારે મોટી સ્ક્રીન પર વિરાટની વિકેટની રિપ્લે જોવામાં આવી ત્યારે બોલ પહેલાં વિરાટના બેટને અડ્યો અને બાદમાં પેડ પર લાગ્યો હતો. કોહલીના રિવ્યુ ન લેવાના નિર્ણયને લઈને કેપ્ટન રોહિત શર્મા પણ તેનાથી નારાજ જોવા મળ્યો હતો.



આ પણ વાંચોઃ ગૌતમ ગંભીરે આપ્યું એવું નિવેદન કે હાર્દિક પંડ્યાની વધી જશે ચિંતા, જાણો શું સંકેત આપ્યા

308 રનથી ભારત આગળ 

બીજા દિવસે ભારતીય બોલરોની શાનદાર બોલિંગને લીધે બાંગ્લાદેશની ટીમ 149ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. જો કે, બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતમાં જ કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી ઇનિંગમાં અડધી સદી ફટકાવનાર જયસ્વાલે શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ આ ઇનિંગમાં તે માત્ર 10 રન જ બનાવી શક્યો હતો. ત્યારબાદ ગીલે 33 રન કરી અણનમ રહ્યો હતો. ગિલને પંતનો સારો સાથ મળી રહ્યો હતો. દિવસ ખતમ થતાં સુધીમાં ટીમનો સ્કોર 203 સુધી પહોંચી ગયો હતો. ત્રીજા દિવસની ગેમ ખતમ થતાં સુધીમાં ભારતીય ટીમ 308 રનથી આગળ ચાલી રહી હતી.



આ પણ વાંચોઃ બે મેચમાં ખેરવી 18 વિકેટ: વિદેશની ધરા પર તરખાટ મચાવી રહ્યો છે ભારતનો આ સ્ટાર બોલર

બુમરાહનો કહેર

ભારતનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે બાંગ્લાદેશની ટીમને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધી હતી. તેણે શાનદાર બોલિંગ કરી 4 વિકેટ ઝડપી હતી. સદી ફટકારનાર ઓલરાઉન્ડર અશ્વિન પાસેથી પણ સારી બોલિંગની આશા હતી, પરંતુ તે એક પણ વિકેટ મેળવવામાં સફળ રહ્યો ન હતો. જોકે, જાડેજાએ પોતાના શાનદાર પ્રદર્શનથી લોકોનું દિલ જીતી લીધું હતું. 86 રન બનાવનાર જાડેજાએ 2 વિકેટ પણ લીધી હતી, આ સિવાય આકાશ દીપ અને સિરાજે પણ બે-બે વિકેટ લીધી હતી.


Google NewsGoogle News