Get The App

Virat Kohli Video: ક્રિકેટમાં 'ભગવાન' પછી હું જ છું, ગિલ ક્યારેય વિરાટ નહીં બની શકે, કોહલીનો ફેક વીડિયો વાયરલ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
shubman gill virat kohli


Virat Kohli Video: શુભમન ગિલ અને વિરાટ કોહલીની ક્રિકેટ જગતમાં ઘણી બધી વખત સરખામણી કરવામાં આવતી હોય છે. ગિલને ઘણીવાર આગામી વિરાટ કોહલી કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે માત્ર બંનેની બેટિંગની સ્ટાઈલ અને ક્લાસ જોરદાર છે અને આ બંને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સફળ બેટ્સમેનોમાં સામેલ છે. ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ ઘણીવાર શુભમન ગિલના વખાણ કરી ચૂક્યો છે. 

વિરાટ કોહલીનો ડીપ ફેક વીડિયો વાયરલ

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કોહલી પોતાને 'ક્રિકેટના ભગવાન' (Sachin Tendulkar) પછી ભારતનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર ગણાવી રહ્યો છે. શુભમન ગિલ સાથે સરખામણી પર તે કહી રહ્યો છે કે આ બધું મેળવવું તેના માટે આસાન નહીં હોય.

જો કે જાણવા મળ્યું છે કે વિરાટ કોહલીનો જે વીડિયો વાયરલ થયો છે તે ફેક છે. તેને AIની મદદથી બનાવવામાં આવ્યો છે. વિરાટ કોહલી આ વીડિયોમાં કહે છે, 'ગિલની ટેકનિક શાનદાર છે, પરંતુ તેને અમારાથી આગળ રાખવાની જરૂર નથી. લોકો આગામી વિરાટ કોહલી વિશે વાત કરી રહ્યા છે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે વિરાટ કોહલી માત્ર એક જ છે. મેં સૌથી ખતરનાક બોલરોનો સામનો કર્યો છે. અત્યંત મુશ્કેલ સંજોગોમાં સારું પ્રદર્શન કર્યું છે અને એક દાયકા કરતાં વધુ સમયથી સતત આવું કર્યું છે.

વિરાટ કોહલી આ વીડિયોમાં કહે છે, 'જ્યારે અમે ઓસ્ટ્રેલિયા ટુરથી પાછા ફર્યા ત્યારે મેં આકલન કર્યું હતું કે સફળ થવા માટે કઈ વસ્તુઓ જરૂરી છે. હું શુભમન ગિલને નજીકથી જોઈ રહ્યો છું. તેની પ્રતિભા પર કોઈ શંકા નથી પરંતુ ટેલેન્ટ બતાવવામાં અને લિજેન્ડ બનવામાં ઘણો ફરક છે.


Google NewsGoogle News