World Cup 2023 : મેદાનમાં કોહલીએ પત્ની અનુષ્કા શર્માની ફિલ્મના સોંગ પર કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ

ભારતે સાઉથ આફ્રિકાને ગઈકાલે રમાયેલી મેચમાં 243 રનથી હરાવ્યું હતું

વિરાટ કોહલીએ 101 રન બનાવી સચિનના રેકોર્ડની બરોબરી કરી હતી

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : મેદાનમાં કોહલીએ પત્ની અનુષ્કા શર્માની ફિલ્મના સોંગ પર કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ 1 - image
Image:Screengrab

World Cup 2023 IND vs SA : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં ભારતે 243 રનના અંતરથી સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. આ મેચની ખાસ વાત એ હતી કે ગઈકાલે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો 35મો જન્મદિવસ પણ હતો. વિરાટે પહેલા તેની બેટિંગથી તેના ફેન્સને ઈન્ટરટેન કર્યા હતા. વિરાટે તેના વનડે કરિયરની 49મી સદી ફટકારી હતી. ત્યારબાદ ફિલ્ડીંગ દરમિયાન પણ વિરાટે ફેન્સને ખુશ કર્યા હતા.

ICCએ શેર કર્યો વિરાટના ડાન્સનો વીડિયો 

વિરાટ કોહલી એક કમ્પ્લીટ ઇન્ટરટેનમેંટ પેકેજ છે. તે મેદાન પણ પોતાના ચાહકોને ઉત્સાહિત કરવાનો કોઈ મોકો છોડતો નથી. પછી તે પોતાની બેટિંગથી હોય કે પોતાના ડાન્સથી. કંઇક આવું જ ગઈકાલે રમાયેલી મેચ દરમિયાન પણ જોવા મળ્યું હતું. 327 રનનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે 77 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધા હતા. આ દરમિયાન વિરાટ કોહલી તેની પત્ની અને બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા(Virat Kohli Dance On Anushka Sharam's Movie Song During IND vs SA Match)ની એક ફિલ્મના સોંગ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. વિરાટના આ ડાન્સનો વીડિયો ICCએ સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે.

વિરાટે કરી સચિનના રેકોર્ડની બરોબરી

વિરાટ કોહલીએ ગઈકાલે રમાયેલી મેચમાં શાનદાર અણનમ 101 રન બનાવ્યા હતા. આ કોહલીની વનડે ક્રિકેટમાં 49મી સદી હતી. આ સાથે જ તેણે સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. સચિન નામે પણ વનડે ક્રિકેટમાં 49 સદી ફટકારવાનો રેકોર્ડ છે. વિરાટે 289 વનડે મેચોની 277 ઇનિંગ્સમાં 49 સદી ફટકારી છે જયારે સચિને 463 મેચમાં 452 ઇનિંગ્સમાં 49 સદી ફટકારી છે. 

World Cup 2023 : મેદાનમાં કોહલીએ પત્ની અનુષ્કા શર્માની ફિલ્મના સોંગ પર કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ 2 - image


Google NewsGoogle News