Get The App

VIDEO: એ કોહલીનો આઇડિયા હતો! વિરાટના કહેવાથી આખી ટીમે એવું કર્યું કે લોકોના રૂંવાડા ઊભા થઈ ગયા

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
virat kohli at wankhede stadium


Indian Cricket team at Wankhede Stadium: ટીમ ઈન્ડિયાની T20 World cup 2024 ની ફાઇનલમાં શાનદાર જીત બાદ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેની ઉજવણી અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. અહીં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ હજારો લોકોની હાજરીમાં ભારતીય ધ્વજ સાથે એ આર રહેમાનનાં ગાયેલા 'વંદે માતરમ' ગીત ગાતા ગાતા  મેદાનની ફરતે ચક્કર પણ માર્યું હતું. આ નજારો જોઈને હજારો ક્રિકેટ પ્રેમીઓના રૂંવાડા ઊભા થઇ ગયા હતા. 

આ વિક્ટરી લેપનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યો છે કે આ આખી ઘટનાને અંજામ આપવામાં કોનો મુખ્ય ફાળો હતો. 

29 જૂન ભારતીય ટીમે બાર્બડોસમાં 17 વર્ષ પછી ફરી T20 વર્લ્ડકપ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ભારતમાં તો આ વિજયની ઉજવણી ગલીએ ગલીએ શરૂ થઈ ગઈ હતી પરંતુ વર્લ્ડ ચેમ્પિયન્સ સાથે પણ દેશવાસીઓને તેની ઉજવણી કરવાની બાકી હતી. વાવાઝોડાના કારણે બાર્બડોસમાં ફસાયેલી ટીમ આખરે જ્યારે ભારત આવી ત્યારે દિલ્હીમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન સાથે મુલાકાત અને સાંજે મુંબઈમાં ભવ્ય પરેડનું આયોજન કરાયું હતું. 

આ બસ પરેડ બાદ જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટર્સ પહોંચ્યા ત્યારે ત્યાંનો નજારો જ કૈંક અલગ હતો. ક્રિકેટર્સ વિરાટ કોહલી, રોહીત શર્મા, હાર્દિક પંડયા, બુમરાહ અને સાથીઓએ અહીં પણ ક્રિકેટ ફેન્સમે ચીયર કરવામાં કોઈ કમી છોડી નહોતી. વિક્ટરી લેપ દરમિયાન 2011માં વર્લ્ડકપ ફાઇનલ બાદ આ જ મેદાનમાં ભારતીય ક્રિકેટ ટીમે કરેલી ઉજવણીની યાદ આવી ગઈ હતી. 

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક વીડિયોમાં દેખાય છે કે વાનખેડે સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ ટીમને આ ગીત ગાવા માટે અને ચાહકોનું અભિવાદન કરવા માટે પ્રેરણા આપી હતી. સાથે સ્ટેડિયમમાં હાજર લોકોએ પણ તેમાં સાથ આપ્યો હતો. આખરે સ્ટેડિયમમાં જે દ્રશ્ય ઊભું થયું હતું એ ખરેખર અદભૂત હતું. આ નજારો તમામ લોકો વર્ષો સુધી યાદ રાખે તેવો હતો.


Google NewsGoogle News