વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 16 વર્ષ: તેના આ ત્રણ રેકૉર્ડ તોડવામાં નવી પેઢીને છૂટી જશે પરસેવો

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 16 વર્ષ: તેના આ ત્રણ રેકૉર્ડ તોડવામાં નવી પેઢીને છૂટી જશે પરસેવો 1 - image

Virat Kohli Completes 16 Years In International Cricket: ભારતીય ટીમના દિગ્ગજ બેટર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 16 વર્ષ પૂરા કરી દીધા છે. કોહલી 2008માં આજના દિવસે વનડે  ફોર્મેટમાં ડેબ્યૂ કરતા શ્રીલંકા સામે પોતાની પહેલી વનડે મેચ રમી હતી. જો કે આ મેચમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. અને માત્ર 12 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે આજે તે વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ ખેલાડીઓમાંનો એક છે.

ક્રિકેટની દુનિયામાં કિંગ કોહલી તરીકે ઓળખાતા વિરાટના નામે ઘણાં રેકોર્ડ છે કે જેને તોડવો મુશ્કેલ છે. તેણે કેટલીકવાર મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો જતો, ખાસ કરીને જ્યારે તે ફોર્મની બહાર હતો. તેની ક્રિકેટ પ્રત્યેની લગન અને સખત મહેનત તેને નવી ઊંચાઈએ લઈ ગઈ.

આ પણ વાંચો: ટી20માં ઋષભ પંતનો ખરાબ સમય, તો ઈશાન કિશને ધુંઆધાર બેટિંગ કરી અપાવી રોમાંચક જીત

પોતાની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કોહલીએ ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કમાન સંભાળી ચૂક્યો છે. તે વર્ષ 2011 વનડે વર્લ્ડકપ, વર્ષ 2013 ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્ષ 2024 T20 વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યો છે. કોહલીએ વર્ષ 2011માં T20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જોકે હવે તેણે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટિમનું નેતૃત્વ કર્યા પછી, તેણે T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 113 ટેસ્ટ, 295 વનડે અને 125 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

કોહલીના નામે આ રેકોર્ડની સિદ્ધિઓ નોંધાયેલી છે

સચિન તેંડુલકર (100) પછી વિરાટ કોહલી (80) સૌથી વધુ અડધી સદી ફટકારનાર બીજા ખેલાડી છે.

વિરાટે વનડેમાં સચિન તેંડુલકર (49)ને પાછળ છોડીને તેણે અડધી સદીની સદી પૂરી કરી છે.

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ છ વર્ષ સુધી ટેસ્ટમાં નંબર વન રહી હતી .

વિરાટ કોહલી વિશ્વનો ચોથો સૌથી વધુ રન બનાવનાર બેટર છે.

હાલમાં ક્રિકેટ રમતા ખેલાડીઓમાં વિરાટ એકમાત્ર એવો બેટર છે જેણે સૌથી વધુ રન બનાવ્યા છે.

કોહલીએ કેપ્ટન તરીકે સાત બેવડી સદી ફટકારી છે. તેણે વેલી હેમન્ડ અને મહેલા જયવર્દનેની બરાબરી કરી છે.

કોહલી 500 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ચોથો ભારતીય અને વિશ્વનો નવમો ખેલાડી છે.

વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 16 વર્ષ: તેના આ ત્રણ રેકૉર્ડ તોડવામાં નવી પેઢીને છૂટી જશે પરસેવો 2 - image


Google NewsGoogle News