IPL 2024: વિરાટ કોહલીની ધૂંઆધાર બેટિંગ, ડિવિલયર્સ અને ક્રિસ ગેલનો રેકોર્ડ એકસાથે તોડી નાંખ્યો

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
IPL 2024: વિરાટ કોહલીની ધૂંઆધાર બેટિંગ, ડિવિલયર્સ અને ક્રિસ ગેલનો રેકોર્ડ એકસાથે તોડી નાંખ્યો 1 - image


IPL 2024, KKR vs RCB: IPL 2024ની 10મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. કોલકાતાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. RCBને પાવરપ્લેમાં વિરાટ કોહલી અને કૈમરુન ગ્રીને શાનદાર શરૂઆત અપાવી હતી. વિરાટ IPL 2023 (Virat Kohli IPL records)થી પાવરપ્લેમાં જેવી રીતે રમી રહ્યા છે, આ મેચમાં પણ તેની ઝલક જોવા મળી. વિરાટનો રેકોર્ડ આ વાતનો પુરાવો છે.

વિરાટ કોહલીના IPL 2023થી પાવરપ્લેમાં રેકોર્ડ ખૂબ જ શાનદાર રહ્યો છે. કોહલીએ 264 બોલ રમ્યો છે અને 367 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 139.01નો રહ્યો છે. કોહલી પાવરપ્લેમાં માત્ર ચાર વખત આઉટ થયો છે. બાઉન્ડ્રીની વાત કરીએ તો કોહલીએ પાવરપ્લેમાં 51 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા છે. એટલે કે કોહલી RCBને મજબૂત શરૂઆત અપાવતો રહ્યો છે. આ મેચમાં પણ આવું જ થયું હતું.

વિરાટના નામે વધુ એક રેકોર્ડ

વિરાટ કોહલીએ 36 બોલમાં પોતાના પચાસ રન પૂરા કર્યા હતા. આ સાથે જ વિરાટે વધુ એક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. RCB માટે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ નોંધ્યો છે. કોહલીએ 12મી ઓવરના બીજા બોલ પર વરુણ ચક્રવર્તીને સિક્સર ફટકારીને પોતાનો 240મો છગ્ગો ફટકાર્યો હતો. ક્રિસ ગેલે ટીમ માટે 239 છગ્ગા ફટકાર્યા છે. ત્યારબાદ એબી ડી વિલિયર્સનો નંબર આવે છે. એબીએ 238 છગ્ગા ફટકાર્યા છે.

RCBની ટીમે પ્રથમ છ ઓવરમાં 61 રન બનાવ્યા હતા. ટીમને  બીજી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. હર્ષિત રાણાના બોલ પર કેપ્ટન ડુ પ્લેસિસે મિચેલ સ્ટાર્કને સરળ કેચ આપી હતી. આ પહેલાના બોલ પર પ્લેસિસે છગ્ગો ફટકાર્યો હતો. તે સમયે RCBનો સ્કોર 17 રન હતો. ડુ પ્લેસિસની વિકેટ બાદ RCBની ઈનિંગ્સને કોહલી અને ગ્રીને સંભાળી હતી. 


Google NewsGoogle News