વિરાટ કોહલીએ આજે સચિનના 2 મોટા રેકોર્ડ તોડ્યા, ક્રિકેટ જગતમાં રચી દિધો ઈતિહાસ
કોહલી આ સિદ્ધિ હાંસલ કરનારો વિશ્વનો પ્રથમ અને એકમાત્ર ખેલાડી બન્યો
કોહલીએ 49 સદી ફટકારનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
Image Twitter |
તા. 15 નવેમ્બર 2023, બૂધવાર
Virat Kohli Record: વિરાટ કોહલીએ આઈસીસી વિશ્વકપ 2023માંમહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે. કોહલીએ મુંબઈના વાનખેડેમાં રમાઈ રહેલી સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે કમાલ બતાવી છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે આ વર્લ્ડ કપની આઠમી અડધી સદી ફટકારી હતી. ન્યુઝીલેન્ડ સામે વિરાટ કોહલીએ 81મો રન બનાવતા જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિન તેંડુલકરે વર્લ્ડ કપ 2003માં 673 રન બનાવ્યા હતા.
કોહલી આ સિદ્ધિ હાંસલ કરનારો વિશ્વનો પ્રથમ અને એકમાત્ર ખેલાડી બન્યો
વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનારા બેસ્ટમેન વિરાટ કોહલી બની ગયા છે. વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો છે. વર્લ્ડ કપ 2003માં સચિન તેંડુલકરે 673 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે 81માં રન બનાવતાની સાથે જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. ભારતનો સ્કોર 290ને પાર થઈ ચૂક્યો છે. ત્યારે કોહલીએ 105 બોલમાં 100 રન પૂર્ણ કર્યા છે. વિરાટ કોહલી આજે સૌથી વધુ વર્લ્ડ કપ રન બનાવનારો ખેલાડી બન્યો હતો. આ સાથે તે પોતાની ઈન્ટરનેશનલ વનડે કારકિર્દીની 50મી સદી ફટકારી દીધી છે. આ ફોર્મેટમાં સૌથી વધુ 49 સદી ફટકારનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. હવે કોહલી આ સિદ્ધિ હાંસલ કરનારો વિશ્વનો પ્રથમ અને એકમાત્ર ખેલાડી બની ગયો છે.
કોહલીએ 49 સદી ફટકારનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડકપ સેમિફાઇનલ મેચમાં શાનદાર સદી ફટકારી છે. કોહલીએ હવે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. કોહલીએ 49 સદી ફટકારનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ 279મી ઇનિંગ્સમાં પોતાની 50 વનડે સદી પૂરી કરી નવો રકોર્ડ પોતાના નામે કર્યો છે.
કોહલીએ આઠમી વખત 50+નો સ્કોર બનાવી સચિન અને શાકિબ અલ હસનનો રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલી વિશ્વકપ 2023માં શાનદાર ફોર્મમાં છે. વિરાટે આ ટૂર્નામેન્ટમાં બે સદી અને છ અડધી સદી ફટકારી છે. એટલે કે કોહલીએ ટૂર્નામેન્ટમાં આઠમી વખત 50+નો સ્કોર કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે તે એક વિશ્વકપમાં 8 વખત 50+ રન બનાવનારો પહેલો ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ સચિન અને શાકિબ અલ હસનનો રેકોર્ડ તોડી દીધો છે. સચિન તેંડુલકર અને શાકિબ અલ હસન એક વિશ્વકપમાં સાત વખત 50 પ્લસનો સ્કોર બનાવી ચુક્યા છે. પરંતુ કોહલીએ આઠમી વખત 50+નો સ્કોર બનાવી આ રેકોર્ડ તોડી દીધો છે.