15 બોલમાં 4 વખત વિરાટને કર્યો આઉટ, ગુજ્જુ બોલર્સ સામે કિંગ કોહલી દેખાયો લાચાર!
IND vs BAN 2nd Test: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સારો સ્કોર કરી શક્યો ન હતો. વિરાટે પ્રથમ પારીમાં 6 અને બીજી પારીમાં 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ચેન્નઈમાં નબળા પ્રદર્શન બાદ તેણે કાનપુરમાં બીજા ટેસ્ટ મેચની તૈયારીઓ શરુ કરી છે. પરંતુ તૈયારીમાં પણ વિરાટ સ્પિનરો સામે સારા ફોર્મમાં દેખાતો ન હતો.
બુમરાહે 15 બોલમાં ચાર વાર આઉટ
નેટ્સમાં બુમરાહે કોહલીને 15 બોલમાં ચાર વાર આઉટ કર્યો હતો. ચેન્નઈ ટેસ્ટ મેચમાં પણ કોહલી પ્રથમ પારીમાંપેસર અને બીજી પારીમાં સ્પિનર બોલ પર આઉટ થયો હતો. આથી તેની પાસે આશા હતી કે બીજી મેચમાં તે સારું પ્રદર્શન કરે, પરંતુ પ્રેક્ટીસ સેશનમાં પણ આવું જોવા ન મળ્યું.
📍 Kanpur#TeamIndia hit the ground running ahead of the 2nd #INDvBAN Test 🙌@IDFCFIRSTBank pic.twitter.com/EMPiOa8HII
— BCCI (@BCCI) September 26, 2024
આ પણ વાંચો: 'બેવકૂફ તુ નહીં મેં...' જ્યારે વાત ન માનતાં ધોનીના ભારે ગુસ્સાનો શિકાર થયો આ ખેલાડી
એક મીડિયા રિપોર્ટ અનુસાર, 'કોહલીએ નેટ્સમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના 15 બોલમાં ચાર વખત આઉટ થયો હતો. બુમરાહનો ચોથો બોલ તેના પેડ પર વાગ્યો અને બુમરાહે બૂમ પાડી, 'સામને લગા હૈ.' કોહલીએ પણ બુમરાહની આ વાત સ્વીકારી. બે બોલ રમ્યા બાદ કોહલી ઓફ સ્ટંપની બહારની બોલને છંછેડવા ગયો તો એજ વાગી ગઈ. પછી ગુજ્જુ બોલરે તેની લાઈન મિડલ અને લેગ સ્ટંપ પર શિફ્ટ કરી અને કોહલીને બે વાર ચકમો આપ્યો. બુમરાહે કહ્યું કે છેલ્લો શોર્ટ લેગ પર કેચ જ હતો.
સ્પિનરો સામે પણ સંઘર્ષ કર્યો
આ પછી કોહલી બીજી નેટ પર ગયો જ્યાં સ્પિન ત્રિપુટી રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ બોલિંગ કરી રહ્યા હતા, પરંતુ તેનો સંઘર્ષ સમાપ્ત થયો નહીં. કોહલીએ જાડેજાને પડકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઇનસાઇડ-આઉટ શોટ રમવાના પ્રયાસમાં, સ્ટાર બેટર ત્રણ વખત બોલ સંપૂર્ણપણે ચૂકી ગયો હતો.