VIDEO | અફઘાનિસ્તાન સામેની મેચમાં દેખાયો 'ફ્લાઈંગ કોહલી', ફિટનેસની સૌ કોઈ કરી રહ્યા છે પ્રશંસા
ભારતે અફઘાનિસ્તાનને બીજા સુપર ઓવરમાં હરાવ્યું હતું
રોહિત શર્માએ ભારત તરફથી શાનદાર ઇનિંગ રમતા 121 રન બનાવ્યા હતા
Virat Kohli : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી T20I સીરિઝની છેલ્લી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. મેચ ટાઈ થયા બાદ બીજી સુપર ઓવરમાં ભારતે જીત મેળવી હતી. મેચમાં ઘણા એવા ટ્વિસ્ટ આવ્યા, જેણે દર્શકોને ઉઠવા પણ ન દીધા હતા. મેચની 17મી ઓવર ઘણી યાદગાર રહી હતી. આ ઓવરમાં વિરાટ કોહલીએ બાઉન્ડ્રીની બહાર જતા બોલને કેચ કરીને બાઉન્ડ્રીની અંદર ફેંકી દીધો હતો. વિરાટની આવી જબરદસ્ત ફિલ્ડીંગ ભારતની જીત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ હતી.
No Virat Kohli fans will pass without liking this video 🫂
— 𝐓𝐞𝐣𝐚 🇩 🇭 🇫 🇲 (@Tejaguntur18) January 17, 2024
Fitness level 1000/100🔥🔥#INDvsAFG #EpicInIndiapic.twitter.com/OcbdZNZugL
દર્શકો G.O.A.T.ની બૂમો પાડવા લાગ્યા
અફઘાનિસ્તાનની ટીમને જીતવા માટે 20 બોલમાં 48 રનની જરૂર હતી. અફઘાનિસ્તાનના ખેલાડી ગુબદીન નાઈબ અને કરીમ જન્નત ક્રિઝ પર હતા. ભારત તરફથી 17મી વોશિંગ્ટન સુંદર નાખી રહ્યા હતો. સુંદરે ઓવરનો પાંચમો બોલ ફેંક્યો અને જન્નતે શાનદાર શોટ માર્યો. બોલ હવામાં હતી અન દર્શકોને લાગ્યું કે આ બોલ છગ્ગા માટે ગયો. ભારત માટે આ બોલ ખુબ જ મહત્વપૂર્ણ હતો. ત્યારબાદ કોહલીએ અજાયબી કરી અને પુરી ઝડપે હવામાં કૂદીને છગ્ગા માટે જતા બોલને રોકી દીધો. કોહલીની ચપળતા જોઈને ત્યાં હાજર દર્શકો G.O.A.T.ની બૂમો પાડવા લાગ્યા હતા. વિરાટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
તે ખરા અર્થમાં 'ગોટ' છે
ભારતીય ટીમના ખેલાડી જિતેશ શર્માએ કહ્યું, “તે ક્ષણ અમારે માટે યાદગાર હતો. ભારત માટે દરેક મહત્વપૂર્ણ હતો, આવી સ્થિતિમાં એક છગ્ગો ભારતને મુશ્કેલીમાં મૂકી શકતો હતો. તમામ દર્શકો પરેશાન હતા. પેવેલિયન સાવ શાંત હતો. પરંતુ ત્યારપછી વિરાટ આગળ આવ્યો અને તેણે જે રીતે બોલને રોક્યો તે જોઈને લોકો ખુશ થઈ ગયા. વિરાટે ફરી એકવાર સાબિત કર્યું કે બેટિંગની સાથે તેની ફિલ્ડિંગ પણ શાનદાર છે. તે ખરા અર્થમાં 'ગોટ' છે.”