Get The App

VIDEO : કોહલી નહીં પણ એનું 'બેટ' ટીમ ઇન્ડિયાને કામ લાગ્યું, પ્રચંડ છગ્ગાએ મહેફીલ લૂંટી

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
VIDEO : કોહલી નહીં પણ એનું 'બેટ' ટીમ ઇન્ડિયાને કામ લાગ્યું, પ્રચંડ છગ્ગાએ મહેફીલ લૂંટી 1 - image


Image Source: Twitter

IND vs AUS Test: બ્રિસ્બેનના ગાબા મેદાનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે સૌથી મોટી હાઇલાઇટ્સ જસપ્રીત બુમરાહ અને આકાશ દીપની બેટિંગ રહી હતી. ગાબા ટેસ્ટના ચોથા દિવસે જસપ્રીત બુમરાહ અને આકાશ દીપનો ટોપ ઑર્ડર બેટ્સમેનો જેવો અંદાજ જોવા મળ્યો હતો. આ બંને બેટ્સમેનોએ 47 રનની ભાગીદારી કરીને ભારતીય ટીમને ફોલોઓન થતાં બચાવી લીધી હતી. આ પહેલા ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 260 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આકાશ દીપ (31) અને જસપ્રીત બુમરાહ (10)એ ભારતીય ટીમ વતી શાનદાર બેટિંગ કરી હતી.



પ્રચંડ છગ્ગાએ મહેફીલ લૂંટી

ભારતને ફોલોઓનથી બચવા માટે 246 રન બનાવવાની જરૂર હતી, આકાશ દીપે ચોગ્ગો ફટકારીને ભારતને ફોલોઓન થતાં બચાવી લીધુ હતું. મહત્ત્વની વાત એ છે કે, આકાશ દીપે 31 રનની જે ઇનિંગ રમી તે વિરાટ કોહલીના બેટથી રમી હતી. આ બેટ વિરાટ કોહલીએ આકાશ દીપને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાન ભેટ કર્યું હતું. જોકે, એક સમયે ટીમ ઇન્ડિયાની  213 રનો પર 9 વિકેટ પડી ગઈ હતી. પરંતુ બુમરાહ અને આકાશ દીપે ટીમને બચાવી લીધી. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. આ દરમિયાન આકાશ દીપે ફોલોઓન સ્કોર પૂરો કરતાં જ પેટ કમિન્સના બોલ પર પ્રચંડ છગ્ગો ફટકાર્યો હતો. આ શાનદાર છગ્ગાએ મહેફીલ લૂંટી લીધી હતી. 

આ પણ વાંચો: બુમ..બુમ..બુમરાહ બન્યો વિકેટ કિંગ, ગાબામાં 2 વિકેટ સાથે જ રચ્યો ઇતિહાસ, કપિલનો રેકોર્ડ તૂટ્યો


Google NewsGoogle News