Get The App

કોહલીની મોટી જાહેરાત: 'આ મારી છેલ્લી ટી20 મેચ હતી', કરોડો ફેન્સ થયા ભાવુક

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
કોહલીની મોટી જાહેરાત: 'આ મારી છેલ્લી ટી20 મેચ હતી', કરોડો ફેન્સ થયા ભાવુક 1 - image


ભારતના સુપર સ્ટાર બેટર તથા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ T 20 ઈન્ટરનેશનલ ક્રિકેટ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ભારતે ટી 20 વર્લ્ડકપ જીત્યા બાદ કોહલીએ આ જાહેરાત કરી હતી. કોહલીએ ફાઇનલ મેચમાં 76 રન બનાવીને શાનદાર બેટિંગ કરી હતી. 

Virat Kohli announces retirement from T20 International Cricket

He says, "This was my last match for Team India in T20Is. Time for the next generation to take over" pic.twitter.com/ryFbdXTAe6

— ANI (@ANI) June 29, 2024

જતાં જતાં ભાવુક કરી ગયો કોહલી 

ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો ઍવોર્ડ જીત્યા બાદ કોહલીએ મોટી જાહેરાત કરી હતી. કોહલીએ કહ્યું હતું, કે 'અમારે બસ આ જ લક્ષ્ય પ્રાપ્ત કરવો હતો. ભગવાન મહાન છે. ભારત તરફથી આ મારી છેલ્લી ટી 20 મેચ હતી. અમારે બસ વર્લ્ડકપ જીતવો હતો. ઘણા સમયથી આ ક્ષણની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે સમય આવી ગયો છે કે નવી પેઢી ટી 20 ક્રિકેટને આગળ લઈ જાય. રોહિત 9 ટી 20 વર્લ્ડકપ રમી ચૂક્યો છે, તે આ જીતનો હકદાર છે.' 

કોહલીની આ જાહેરાત બાદ કરોડો ફેન્સ ભાવુક થઈ ગયા હતા અને સોશિયલ મીડિયા પર ક્રિકેટના કિંગનો આભાર માની રહ્યા છે. 

ફાઇનલ મેચમાં વિરાટ કોહલીની શાનદાર બેટિંગ

ટી 20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટની લગભગ તમામ મેચમાં વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું. કોહલીના ફૉર્મ પર અનેક લોકો સવાલ કરી રહ્યા હતા પરંતુ ટીમ તથા કેપ્ટન અને કોચને કોહલી પર ભરોસો હતો. કોહલીએ આજે સાબિત કરી બતાવ્યું કે જ્યારે ટીમ પ્રેશરમાં હોય ત્યારે ક્રિકેટનો કિંગ બનીને એકમાત્ર ખેલાડી ઉભરે છે, નામ છે વિરાટ કોહલી. 

શરૂઆતમાં સાઉથ આફ્રિકાએ સારી બોલિંગ કરી હતી. જેના કારણે રોહિત શર્મા, ઋષભ પંત અને સૂર્યકુમાર યાદવ ઓછા રનમાં આઉટ થઈ ગયા હતા. ત્રણ વિકેટ બાદ ટીમ ઈન્ડિયા પ્રેશરમાં આવી ગઈ હતી. જોકે વિરાટ કોહલીએ બાદમાં મોરચો સંભાળ્યો અને અક્ષર પટેલ સાથે સારી પાર્ટનરશીપ કરી. વિરાટે શરૂઆતમાં ધીમી બેટિંગ કરી હતી પરંતુ 50 રન પૂર્ણ થયા બાદ અચાનક જ ધુંઆધાર બેટિંગની શરૂઆત કરી હતી. 

કુલ છ ચોગ્ગા તથા બે છગ્ગા સાથે વિરાટ કોહલીએ 59 બોલમાં 76 ફટકાર્યા હતા. 


Google NewsGoogle News