Get The App

ન્યૂઝીલેન્ડ સામે કંગાળ પ્રદર્શન ભારે પડ્યું! કોહલી-પંત ટોપ-10માંથી 'આઉટ', ICC ટેસ્ટ રેન્કિંગમાં ઉલટફેર

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
ન્યૂઝીલેન્ડ સામે કંગાળ પ્રદર્શન ભારે પડ્યું! કોહલી-પંત ટોપ-10માંથી 'આઉટ', ICC ટેસ્ટ રેન્કિંગમાં ઉલટફેર 1 - image

ICC Test Rankings Update : તાજેતરમાં જાહેર થયેલી ICCની નવી ટેસ્ટ રેન્કિંગમાં ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓના ખરાબ પ્રદર્શન બાદ ICC રેન્કિંગમાં મોટા ખેલાડીઓનો નોંધપાત્ર ઘટાડો થયો છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે ટોપ-10માં ભારતીય ટીમનો એક જ ખેલાડી બચ્યો છે. બાકી બધા ખેલાડીઓને મોટા અંતરથી યાદીમાંથી બહાર જવું પડ્યું છે.

આ પણ વાંચો : T20 મહિલા બિગ બૅશ લીગમાં મોટી દુર્ઘટના થતા મહિલા વિકેટકીપર બ્રિજેટ પેટરસનની આંખ નજીક બોલ વાગ્યો

આ વખતે ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી રેન્કિંગમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ પહેલા સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન 813 પોઈન્ટ સાથે બીજા સ્થાને યથાવત છે. આ દરમિયાન સારી વાત એ છે કે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ હવે એક સ્થાનનો કૂદકા મારીને ત્રીજા નંબરે પહોંચવામાં સફળ રહ્યો છે. તેના પોઈન્ટ 790 છે.

આ દરમિયાન ઈંગ્લેન્ડના હેરી બ્રુકે એક સ્થાન નીચે આવી ગયો છે. તે હવે 778 રેટિંગ સાથે ચોથા નંબર પર પહોંચી ગયો છે. ઉસ્માન ખ્વાજાને એક પણ મેચ રમ્યા વિના એક સ્થાનનો ફોયદો થયો છે. તે હવે સાતમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે. સૌથી મોટી વાત એ છે કે પાકિસ્તાનના ઉભરતા બેટર સઈદ શકીલે એક સાથે 20 સ્થાનની છલાંગ લગાવી છે. તેનું રેટિંગ સીધું 724 થઈ ગયું છે. ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રને પણ આઠ સ્થાનનો ફાયદો થયો છે. અને તે હવે 711 રેટિંગ સાથે 10મા સ્થાને પહોંચી ગયો છે.

આ દરમિયાન એક મોટી ઉથલપાથલ એ થઈ છે કે ભારતીય ટીમનો સ્ટાર વિકેટ કીપર અને બેટર રિષભ પંત 5 સ્થાન નીચે આવી ગયો છે. હવે તે ટોપ 10માંથી બહાર નીકળીને સીધો 11મા નંબર પર પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ પણ એક જ ઝાટકે 6 સ્થાન નીચે પહોંચી ગયો છે. તે હવે 688 પોઈન્ટ સાથે 14માં નંબર પર છે. તેને ટોપ 10માંથી પણ બહાર થવું પડ્યું હતું.

ન્યૂઝીલેન્ડ સામે કંગાળ પ્રદર્શન ભારે પડ્યું! કોહલી-પંત ટોપ-10માંથી 'આઉટ', ICC ટેસ્ટ રેન્કિંગમાં ઉલટફેર 2 - image


Google NewsGoogle News