IPL 2024: સ્ટ્રાઈક રેટ પર વિરાટ કોહલીએ ફરી આપ્યું નિવેદન, 47 બોલમાં 92 રન ફટકાર્યા બાદ કહી આ વાત
Image: Facebook
Virat Kohli: IPL 2024ની 58મી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની વચ્ચે રમવામાં આવી. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં આરસીબીએ જોરદાર પ્રદર્શન કરતા પંજાબ પર 60 રનની જીત નોંધાવી અને પોતાના પ્લેઓફમાં જવાની આશાને જાળવી રાખી.
આ મેચમાં આરસીબી માટે તેમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ એક વાર ફરી શાનદાર બેટિંગ કરી અને 47 બોલ પર 7 ચોગ્ગા અને 6 સિક્સરની મદદથી 92 રનની ઈનિંગ રમી. આ દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ 195.74 નો રહ્યો. IPL 2024માં કોહલી સતત રન બનાવી રહ્યો છે પરંતુ છેલ્લા અમુક સમયથી તેના સ્ટ્રાઈક રેટને લઈને પ્રશ્ન ઉઠી રહ્યા હતા. તેને લઈને ઘણા પૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ પંડિતોએ તેની ટીકા પણ કરી હતી.
કોહલીને તેની આ જોરદાર ઈનિંગ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો. મેચ બાદ એવોર્ડ લેતી વખતે કોહલીએ પોતાના સ્ટ્રાઈક રેટ પર જવાબ આપ્યો. તેણે હસતા કહ્યુ, ઈનિંગ દરમિયાન પોતાનો સ્ટ્રાઈક રેટ જાળવી રાખવો મહત્વપૂર્ણ હતો તેથી હુ લય જાળવી રાખવા ઈચ્છતો હતો. મારુ ધ્યાન માત્ર ગતિને આગળ લઈ જવા પર હતુ, જ્યારે રજત આઉટ થયો તો એક મુશ્કેલ સમય હતો. વરસાદ અને કરા પડવાના કારણે મેચમાં બ્રેક પણ લાગ્યો.
થોડા દિવસ પહેલા કોહલીએ તેના સ્ટ્રાઈક રેટની ટીકા કરનારને રોકડુ પકડાવ્યુ હતુ. કોહલીએ કહ્યુ હતુ, 'તે તમામ લોકો જે સ્ટ્રાઈક રેટ અને મારા સ્પિનને સારી રીતે ન રમવા વિશે વાત કરે છે. તે જ આ વિશે વાત કરી રહ્યા છે'. 'તેઓ બસ પોતાની ટીમને જીતાડવા ઈચ્છે છે અને જે લોકો આ પ્રકારની પરિસ્થિતિમાં છે. તેમના માટે કોમેન્ટ્રી બોક્સમાં બેસીને વાત કરવી સરળ છે'.
આ મુદ્દે સુનીલ ગાવસ્કરે તેને આકરો જવાબ આપ્યો હતો. તેણે કહ્યુ હતુ કે અમે પણ થોડી ઘણી ક્રિકેટ રમી છે, વધુ નહીં, પરંતુ અમે જે જોઈએ છીએ તેના પર જ વાત કરીએ છીએ. અમે પોતાની પસંદ-નાપસંદથી હટીને જે થઈ રહ્યુ છે, તેની પર બોલીએ છીએ.
કોહલી IPL 2024માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે અને તેની પાસે ઓરેન્જ કેપ છે. તેણે અત્યાર સુધી 12 મેચમાં 70.44 ની સરેરાશથી 634 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 153.51 નો છે. કોહલીએ આ સિઝન સુધી એક સદી અને પાંચ અડધી સદી પણ ફટકારી છે.