Get The App

બાંગ્લાદેશના બેટરે લાઇવે મેચમાં કરી 'ચીટિંગ', જોતાં રહી ગયા અમ્પાયર, ફેન્સ ભડક્યા

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
T20 World Cup

image Social Media

Bangladesh Vs Nepal:  T20 વર્લ્ડ કપ (T20 વર્લ્ડ કપ 2024)માં નેપાળને હરાવી બાંગ્લાદેશ સુપર 8માં પોતાનું સ્થાન મેળવી લીધી છે. T-20 વર્લ્ડ કપની 37મી મેચમાં બાંગ્લાદેશની ટીમ 21 રનથી મેચ જીતવામાં સફળ રહી હતી. આ મેચમાં બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરીને 106 રન ફટકાર્યા હતા, જ્યારે નેપાળની ટીમ 19.2 ઓવરમાં માત્ર 85 રન બનાવી શકી હતી. આ જીત સાથે જ બાંગ્લાદેશ સુપર 8માં પહોંચવામાં સફળ રહ્યું છે. પરંતુ મેચ દરમિયાન જ્યારે બાંગ્લાદેશની ટીમ બેટિંગ કરી રહી હતી અને ક્રીઝ પર તનઝીમ હસન શાકિબ અને જેકર અલી બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે એક એવી ઘટના બની જેણે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધી છે.

હકીકતમાં બાંગ્લાદેશની ઈનિંગ્સની 14મી ઓવરનો છેલ્લો બોલ સંદીપ લામિછાણેએ ફેંક્યો હતો. તનઝીમ હસન આ બોલ રમવાનું ચૂકી ગયો અને બોલ પેડ સાથે અથડાયો હતો. ત્યારબાદ બોલરે LBWની અપીલ કરી હતી. જેને અમ્પાયરે આઉટ આપ્યો. પરંતુ એ પછી જે થયું તેનાથી દરેક ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. 

વાસ્તવમાં બન્યું હતું એવું કે, થયું એવું કે, અમ્પાયરના નિર્ણયને માનીને બેટર પેવેલિયન તરફ જવા લાગ્યો હતો, પરંતુ બીજી તરફ નોન-સ્ટ્રાઈક પર ઊભેલા બેટરે બાંગ્લાદેશી ડ્રેસિંગ ફોર્મ તરફ જોઈને પૂછવા લાગ્યો કે, શું DRS લઈ શકાય? ત્યાર બાદ ડ્રેસિંગ રૂમમાંથી જવાબ મળ્યા બાદ બેટરે DRS લેવાનો નિર્ણય કર્યો. આ ઘટના મેદાન પરના અમ્પાયરની સામે જ બની રહી હતી. પરંતુ તેને જોઈને અમ્પાયરે કંઈ કહ્યું ન હતું. જ્યારે ટીવી રિપ્લેમાં જોવામાં આવ્યું તો બોલ ઓફ સ્ટમ્પને મિસ કરી રહ્યો હતો. 

બેટર તનઝીમ આઉટ થતાં બચી ગયો હતો

આવામાં થર્ડ અમ્પાયરે મેદાન પરના અમ્પાયરને પોતાનો નિર્ણય બદલવા માટે કહ્યું અને બેટર તનઝીમ આઉટ થતાં બચી ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ ફેન્સ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, શું નોન-સ્ટ્રાઈકર બેટર ડ્રેસિંગ રૂમમાંથી  DRSને લઈને સવાલ કરી શકે છે. ફેન્સ અમ્પાયર પર ભડક્યા હતા.

તમારી જાણકારી માટે કે, આ સાથે જ હવે બાંગ્લાદેશની ટીમ સુપર 8માં પહોંચી ગઈ છે. બાંગ્લાદેશની ટીમ સુપર 8માં ભારત, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સાથે મેચ રમશે. 19 જૂનથી સુપર 8 મેચ શરૂ થવાની છે. 


Google NewsGoogle News