Watch: સ્ટાર ક્રિકેટરના પિતાનો વીડિયો વાયરલ, ઘરે ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડવાનું કરે છે કામ
નવી દિલ્હી,તા. 29 જાન્યુઆરી 2024, સોમવાર
રિંકુ સિંહ હવે ભારતીય ક્રિકેટમાં જાણીતું નામ બની ગયું છે. અત્યાર સુધી રિંકુને દરેક સિરીઝમાં તક મળી છે. તેણે પોતાનું 100 ટકા આપ્યું છે. આ પછી પણ તેમના પિતાએ તેમનું જૂનું કામ છોડ્યું નથી અને આજે પણ તેઓ સિલિન્ડર ડિલિવરીનું કામ જાતે જ જુએ છે. રિંકુ સિંહના પિતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રિંકુ સિંહના પિતા ગેસ સિલિન્ડર પહોંચાડતા જોવા મળે છે. તેમનો પુત્ર સ્ટાર ક્રિકેટર બન્યો હોવા છતાં તેને આવું કરતા જોઈને ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
શરૂઆતમાં રિંકુ સિંહના ઘરની હાલત સારી નહોતી. રિંકુની માતા હાઉસ વાઇફ છે, મોટો ભાઈ ખાનગી કોચિંગ ફર્મમાં નોકરી કરે છે. નાનો ભાઈ સોનુ સિંહ પ્રોપર્ટીનો બિઝનેસ કરે છે.
રિંકુ સિંહે 2017થી IPLની શરૂઆત કરી હતી. 2017માં, રિંકુને પહેલીવાર પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો. ત્યારબાદ તેને 10 લાખ રૂપિયામાં વેચી દેવામાં આવ્યો હતો. જે બાદ રિંકુ સિંહનું નસીબ ચમક્યું. શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 2018માં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ વર્ષ 2023 રિંકુના જીવનમાં ઘણું બધું લઈને આવ્યું. જ્યારે તેણે ગુજરાત ટાઇટન્સના યશ દયાલની બોલ પર સતત 5 સિક્સર ફટકારી હતી.
કરિયર પર નજર
રિંકુ સિંહે ભારત માટે અત્યાર સુધીમાં 2 વનડે અને 15 ટી-20 મેચમાં ભાગ લીધો છે. આ સમયગાળા દરમિયાન તેમણે 55 અને 356 રન બનાવ્યા છે. રિંકુએ આ બંને ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું છે. તે જ સમયે, તેને હજુ સુધી ટેસ્ટમાં તક મળી નથી. રિંકુએ 2 ODI મેચમાં 1 વિકેટ પણ લીધી છે.