Viral Video : ઈરફાને છગ્ગો લગાવ્યા બાદ યૂસુફ પઠાણને ભેટી પડ્યો, ભાઈઓનું રિએક્શન જોઈને ફેન્સ ચોંક્યા

સચિન તેંડુલકરના નેતૃત્વમાં વન વર્લ્ડ ‘વન વર્લ્ડ વન ફેમિલી કપ’ માં યુવરાજ સિંહની વન ફેમિલી ટીમને ચાર વિકેટે હરાવી હતી

મેચ દરમિયાન એક એવી ક્ષણ પણ જોવા મળી જેનાથી ફેન્સ પણ ચોંકી ઉઠ્યા હતા.

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News

Irfan Pathan Yusuf After In One World-One Family Cup:  ક્રિકેટના પૂર્વ દિગ્ગજ ખેલાડી એક વાર ફરી મેદાનમાં પોતાનો જલવો દેખાડતા જોવા મળ્યા છે. હકીકતમાં સચિન તેંડુલકરના નેતૃત્વમાં વન વર્લ્ડ ‘વન વર્લ્ડ વન ફેમિલી કપ’ માં યુવરાજ સિંહની વન ફેમિલી ટીમને ચાર વિકેટે હરાવી હતી. આ મેચમાં 181 રનોના લક્ષ્યાંક પુરો કરવાનો હતો, વન વર્લ્ડમાં સાઉથ આફ્રિકાના અલ્વિરો પીટરસનના 50 બોલમાં 74 રનની શાનદાર ઈનિંગની મદદથી વન વર્લ્ડ જીત્યો હતો. પરંતુ મેચ દરમિયાન એક એવી ક્ષણ પણ જોવા મળી જેનાથી ફેન્સ પણ ચોંકી ઉઠ્યા હતા.

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ

હકીકતમાં આ મેચ દરમિયાન ઈરફાન વન વર્લ્ડ માટે રમી રહ્યા હતા. ઈરફાને ભાઈ યૂસુફ પઠાનના બોલ પર છગ્ગો લગાવ્યો હતો અને તેની ટીમને જીતાડી હતી. ભાઈ ઈરફાનના છગ્ગાથી લગાવ્યા પછી યૂસુફે આગળ જઈને ભાઈને ગળે લાગી ભેટી પડ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઘણા દિવસો પછી આવો મોકો આવ્યો હતો, કે જ્યારે ઈરફાન અને યૂસુફ એક સાથે કોઈ મેચમાં રમી રહ્યા છે.  

દિલ જીતી લેનારી વાત લખી છે : યૂસુફ 

ઈરફાને સોશિયલ મીડિયા પર તેનો વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, કે “આ પણ તમે જ શીખવાડ્યું છે.” ઈરફાનની આ પોસ્ટ પર યૂસુફે પણ પ્રતિક્રિયા આપી હતી, તેણે  રિપ્લાય કરતાં કહ્યું કે, દિલ જીતી લેનારી વાત લખી છે. 


Google NewsGoogle News