ભગવાનની દયાથી એકદમ સ્વસ્થ છું...', વિનોદ કાંબલીએ વાયરલ વીડિયો મુદ્દે કહી આ વાત, ફેન્સ થયા ભાવુક

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
ભગવાનની દયાથી એકદમ સ્વસ્થ છું...', વિનોદ કાંબલીએ વાયરલ વીડિયો મુદ્દે કહી આ વાત, ફેન્સ થયા ભાવુક 1 - image


Vinod Kambli: હાલમાં જ વાયરલ થયેલા એક વીડિયોમાં પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી બરાબર ચાલી શકતો ન હતો, જેથી ઘણાં લોકો આગળ ચાલવા માટે તેની મદદ કરી રહ્યા હતા. આ વીડિયોથીણાં ક્રિકેટ ચાહકો પરેશાન થયા હતા અને તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા પણ વ્યક્ત કરી હતી. હવે તેનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં વિનોદ કાંબલી તેના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપતો જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તે કહી રહ્યો છે કે તે સંપૂર્ણપણે ફિટ છે. અહીં તમને જણાવી દઈએ કે ઘણાં સમયથી કાંબલીનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે. આથી ચિંતિત થઈને તેના નજીકના બે જૂના ક્રિકેટ મિત્રો અને ક્લાસમેટ રિકી અને તેનો ભાઈ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અમ્પાયર માર્કસ કાઉટો તેના ઘરે ગયા અને તેમને મળ્યા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અપલોડ કરાયેલા એક વીડિયોમાં કાંબલીએ થમ્બ્સ અપ કરતાં કહ્યું હતું કે, તે ફિટ અને ફાઇન છે. હસતાં હસતાં ભૂતપૂર્વ ભારતીય બેટરે ચાહકોને પોતાની હેલ્થ અપડેટ આપી હતી. તેણે કહ્યું, 'હું ઠીક છું, હું ઠીક છું માર્કસ. ભગવાનની કૃપાથી મારું જીવન ચાલી રહ્યું છે. હું ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર છું. હું મારી બેટિંગ વડે સ્પિનરોના બોલને મેદાનની બહાર ફટકારીશ, જેમ આપણે શિવાજી પાર્કમાં રમતાં હતા!'

અગાઉ વીડિયો વાયરલ થયો હતો

હાલમાં જ કાંબલીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે બરાબર ચાલી શકતો ન હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે તેની આસપાસના કેટલાક લોકો તેની મદદ માટે દોડી આવ્યા હતા અને તેની મદદ કરી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર તેની મદદ માટે અવાજ ઉઠાવ્યો હતો. ઘણાં લોકોએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને વિનોદ કાંબલીની મદદ કરવા સોશિયલ મીડિયા દ્વારા અપીલ પણ કરી હતી.

આ પણ વાંચો: VIDEO: ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરને શું થયું? સરખું ચાલી પણ નથી શકતો, વીડિયો જોઈ ચાહકો ચોંક્યા

કાંબલીની ક્રિકેટ કારકિર્દી 

કાંબલીએ ભારત માટે 100થી વધુ વનડે મેચ, 17 ટેસ્ટ મેચમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં લગભગ 10000 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 262 રન રહ્યો છે. તેણે 200 જેટલી A લિસ્ટ મેચોમાં પણ ભાગ લીધો હતો અને લગભગ 6500 રન બનાવ્યા હતા, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 149 રનનો રહ્યો હતો.

ભગવાનની દયાથી એકદમ સ્વસ્થ છું...', વિનોદ કાંબલીએ વાયરલ વીડિયો મુદ્દે કહી આ વાત, ફેન્સ થયા ભાવુક 2 - image


Google NewsGoogle News