વિનેશ ફોગાટે CAS સામે પેરિસ ઓલિમ્પિકની પોલ ખોલી, વજન વધી જવાનું કારણ પણ જણાવ્યું
Paris Olympic 2024 Vinesh Phogat Controversy: પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટે મહિલા રેસલિંગની 50 કિલોની કેટેગરીમાં ભાગ લીધો હતો. તેણે ક્વાર્ટર ફાઇનલ મેચમાં વર્લ્ડ નંબર 1 પહેલવાન યુઈ સુસાકીને હરાવીને મોટો ઉલટફેર કર્યા બાદ સેમિફાઇનલમાં પણ જોરદાર પ્રદર્શન કરી ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. જો કે ફાઇનલ મેચથી ઠીક પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ જણાતાં તેને અયોગ્ય જાહેર કરી દેવામાં આવી. પછી આ મામલે વિનેશ ફોગાટે CAS(Court of Arbitration for Sports)માં અપીલ કરી જ્યાં તેણે પેરિસ ઓલિમ્પિકની પોલ ખોલી નાખી.
વિનેશે કર્યો મોટો દાવો!
વિનેશે CAS સામે ઘટસ્ફોટ કર્યો કે શા માટે મહત્ત્વપૂર્ણ ફાઇનલ મેચ પહેલાં તેનું વજન વધી ગયું અને તે ઘટાડી ના શકી. વિનેશે જણાવ્યું કે રેસલિંગ વેન્યુ અને એથ્લિટ વિલેજ વચ્ચેનું અંતર તેનું મોટું કારણ હતું. આ ઉપરાંત મેચનું શેડ્યુલ પણ અતિ વ્યસ્ત રખાયું હતું જેના લીધે તે પોતાનું વજન ઘટાડી ના શકી.
આ પણ વાંચો : અમન સહરાવતનું વજન પણ 4.6 કિલો વધી ગયું હતું, પરંતુ આ રીતે અપાવ્યો છઠ્ઠો મેડલ
આજે ચુકાદો આવવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) અને વિનેશ ફોગાટ તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. તેમણે વિનેશને ન્યાય અપાવવા માટે દરેક પ્રકારની કાનૂની દલીલો કરી અને તર્ક રજૂ કર્યા હતા. આ મામલે 9 ઑગસ્ટે આશરે 3 કલાક સુધી સુનાવણી પણ થઈ હતી. એનાબેલે બેનેટે આ મામલે સુનાવણી હાથ ધરી હતી અને આજે તેઓ ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. IOAને આશા છે કે નિર્ણય વિનેશની તરફેણમાં આવશે.
આ પણ વાંચો : ભારતને છઠ્ઠો મેડલ અપાવનાર પહેલવાને બાળપણમાં જ માતા-પિતા ગુમાવ્યા, જાણો તેના વિશે