પેરિસ ઓલિમ્પિક 2024: વિનેશ ફોગાટ પાસે હજુ છે કે વિકલ્પ, જાણો CASનો ચુકાદો પડકારવાના નિયમો
Paris Olympics, Vinesh Phogat: ખેલોના સૌથી મોટા મહાકુંભ એવા પેરિસ ઓલિમ્પિકનું 11 ઓગસ્ટ, 2024ના રોજ સમાપન થઇ ગયું છે. ભારતીય રેસલર વિનેશ ફોગાટ 50 કિગ્રા રેસલિંગ ઇવેન્ટના ફાઇનલ સુધી પહોંચી હતી. પરંતુ તેનું વજન નિર્ધારિત માપદંડ કરતા 100 ગ્રામ વધુ હોવાના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
વિનેશ ફોગાટે તેને ગેરલાયક ઠારવાતાં તેની સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરી અને માંગ કરી કે તેને સંયુક્ત સિલ્વર મેડલ આપવામાં આવે. જોકે સીએએસે રેસલર વિનેશ ફોગાટની આ અપીલને ફગાવી દીધી હતી. એટલે કે હવે વિનેશને સિલ્વર મેડલ નહીં મળે. તેની સુનાવણી થઈ ચૂકી હતી, પરંતુ ચુકાદો આપવાની તારીખ સતત ટળી રહી હતી. પરંતુ હવે આ મામલે નિર્ણય બુધવારે (14 ઓગસ્ટ) આવ્યો હતો.
આ મામલો સંપૂર્ણ ખતમ થયો નથી
સીએએસેના નિર્ણય આવ્યા છતાં આ મામલો સંપૂર્ણ ખતમ થયો નથી. વિનેશ આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકે છે. સીએએસની વેબસાઈટ અનુસાર સીએએસ ના કોઈપણ નિર્ણય ને પડકારી શકાય છે. પરંતુ તેના માટે યોગ્ય આધાર હોવો જરૂરી છે. સ્વિસ ફેડરલ ટ્રિબ્યુનલમાં ન્યાયિક સહાય માત્ર ખૂબ જ મર્યાદિત આધારો પર આપવામાં આવે છે, જેમ કે અધિકાર ક્ષેત્રનો અભાવ, નિયમોનું ઉલ્લંઘન (દા.ત. ન્યાયી સુનાવણીમાં નિષ્પક્ષતાના અધિકારનું ઉલ્લંઘન).
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ સીએએસના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતી. ઉષાએ કહ્યું કે આઇઓએ આ મામલે કાયદાકીય મદદ લેશે. આઇઓએ વિનેશની સાથે છે જ અને અમે અન્ય કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ.
આ પણ વાંચો:ટીમ ઇન્ડિયામાં રમવા નથી મળતું તો વિદેશ રમવો જતો રહ્યો ક્રિકેટર, પહેલી જ મેચમાં પંજો!
IOAનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ વિદુષ્પત સિંઘાનિયાએ આ મામલે કહ્યું હતું કે, સીઇએસ એ માત્ર એક જ લાઇનમાં નિર્ણય આપ્યો છે. જયારે તેઓ સંપૂર્ણ રિપોર્ટ જાહેર કરશે પછી તેને જોયા પછી જ અમે તેના વિશે વિગતવાર કંઈક કહી શકીશું અને આગળ શું કરવું તે નક્કી કરીશું. આ નિર્ણયનો અર્થ એ છે કે પેરિસ ઓલિમ્પિકમાં ભારત પાસે હવે માત્ર 6 મેડલ રહેશે. જેમાં એક સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) પૂરી દુનિયામાં રમતગમતને લઈને બનાવાયેલી એક સ્વતંત્ર સંસ્થા છે. તેનું કામ રમતગમતને લગતા ન્યાયિક વિવાદોનું નિવારણ કરવાનું છે. સન 1984માં સ્થપાયેલી આ આંતરરાષ્ટ્રીય સંસ્થા આર્બિટ્રેશન દ્વારા રમત-સંબંધિત વિવાદોને ઉકેલવા માટે કામ કરે છે. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લૅન્ડના લોજેનમાં છે. અને તેની કોર્ટ ન્યુયોર્ક સિટી, સિડની અને લૉજેનમાં આવેલી છે. વર્તમાન પેરિસ ઓલિમ્પિકમાં યજમાન શહેરોમાં પણ અસ્થાયી કોર્ટ સ્થાપવામાં આવી છે.