Get The App

શું હજુ પણ વિનેશ ફોગાટને મળી શકે છે સિલ્વર મેડલ? આવતીકાલે થશે નિર્ણય

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
Vinesh Phogat


Vinesh Phogat Silver Medal : ભારતીય રેસલર વિનેશ ફોગાટને લઈને સારા સમાચાર સામે આવ્યાં છે. જેમાં પેરિસ ઓલિમ્પિક 2024માં ફોગાટને હજુ પણ સિલ્વર મેડલ મળવાની શક્યતા છે. આ દરમિયાન આર્બિટ્રેશન કોર્ટે ફોગાટનો કેસ સ્વીકાર્યો છે. વજન વધારે હોવાથી ફોગાટને અયોગ્ય ઠેરવવામાં આવ્યાં હતા. તેવામાં ફોગાટે બે મુદ્દાઓને લઈને કોર્ટનું ધ્યાન દોર્યું હતું. જેમાં એક મુદ્દે કોર્ટનો જવાબ સામે આવ્યો છે, ત્યારે હજુ પણ એક મુદ્દાને લઈને કોર્ટ દ્વારા આવતી કાલે નિર્ણય કરવામાં આવશે. જ્યારે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ (IOC) ફોગાટને સિલ્વર મેડલ આપવાની ફરજ પડી શકે છે.

આ પણ વાંચો : નિવૃતિ પરત ખેંચશે વિનેશ ફોગાટ? 2028 ઓલિમ્પિક રમવા માટે હું મનાવીશ, કાકાએ ભારતની આશા જીવંત કરી

ફોગાટે જે ખેલાડીને સેમિફાઈનમાં હાર આપી તેને ફાઇનલમાં પ્રવેશ

7 ઓગ્સટે ફોગાટને વુમન્સ ફ્રિસ્ટાઈલ રેસલિંગના 50 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં ભાગ લેવાની હતી. જેમાં તેને સિલ્વર મેડલ પાકો હતો, કારણ કે તેને એક જ દિવસમાં પ્રી-ક્વાર્ટર ફાઇનલ્સ, ક્વાર્ટર ફાઇનલ અને સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચી હતી. જોકે, ફાઈનલ મેચની સવારે જ્યારે તેનું વજન માપવામાં આવ્યું ત્યારે તેનું વજન 100 ગ્રામથી વધુ હોવાનું જણાતાં તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ દરમિયાન, ફોગાટે જે ખેલાડીને સેમિફાઈનમાં હાર આપી હતી તે ખેલાડીને ફાઇનલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે ઓલિમ્પિક મેડલ ગુમાવ્યા બાદ વિનેશ અને તેના સપોર્ટ સ્ટાફે અવાજ ઉઠાવ્યો હતો.

કોર્ટે શું જવાબ આપ્યો?

વિનેશ ફોગાટ અને તેમની ટીમ દ્વારા આર્બિટ્રેશન કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો, ત્યારે કોર્ટમાં રેસલિંગના મુદ્દાઓની સુનાવણી કરવા માટે 7 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યે ફોગાટે બે મુદ્દાઓને લઈને કોર્ટને મેઈલ કર્યો હતો. એક રિપોર્ટ પ્રમાણે, વિનેશે પહેલો મુદ્દો ઉઠાવ્યો હતો કે, 'તેનું વજન હવે માપવું જોઈએ. કારણ કે ફોગાટે કોર્ટેને મેઈલ કર્યો એ સમયે ફાઈનલ શરૂ થવામાં હજુ લગભગ ચાર કલાક જેટલો સમય બાકી હતો. બીજો મુદ્દો એ હતો કે, હું સેમીફાઈનલ સુધી જીત હાંસલ કરી હતી એ સમયે મારું વજન વધારે ન હતું, તેથી મારે ઓછામાં ઓછું સિલ્વર મેડલ મળવો જોઈતો હતો.' બીજી તરફ, કોર્ટે બે મુદ્દાઓમાંથી એકનો જવાબ આપતા કહ્યું હતું કે, 'મેચ ફિક્સ થઈ ગઈ હોવાથી તેમાં હવે કાંઈ નહીં થઈ શકે. જ્યારે બાકીના મુદ્દા પર કોર્ટ દ્વારા પેરિસના સમય પ્રમાણે આવતી કાલે સવારે 8 વાગ્યે અને ભારતના સમય પ્રમાણે આશરે 11 વાગ્યાની આસપાસ સુનાવણી કરશે.

આ પણ વાંચો : Aman Sehrawat: રેસલર અમન સેહરાવત રેસલિંગની સેમિ ફાઇનલમાં પહોંચ્યો, ભારતને વધુ એક મેડલની આશા

ફોગાટને સિલ્વર મેડલ આપવા કોર્ટ કહી શકે છે

આ બધા વચ્ચે જો કોર્ટને એવુ લાગે છે કે ફોગાટની વાત સાચી છે તો ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીને કોર્ટ કહી શકે છે કે ફોગાટને સિલ્વર મેડલ આપવો જોઈએ. જો કે, ભલેને સંયુક્ત મેડલ હોય, પરંતુ ફોગાટ સિલ્વર મેડલની હકદાર છે. જ્યારે ફોગાટે તેની પ્રી-ક્વાર્ટર ફાઇનલ્સમાં જાપાનની યૂઈ સુસાકીને હરાવવાની સાથે તે ઘણા સમયથી એકપણ  સ્પર્ધામાં હારી ન હતી.


Google NewsGoogle News