Get The App

'દીકરી વિનેશની જીત બૃજભૂષણના મોઢે જોરદાર તમાચો...', મહાવીર ફોગાટનું નિવેદન થયું વાયરલ

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
mahavir-phogat and Vinesh Phogat


Vinesh Phogat: ભારતની રેસલર વિનેશ ફોગાટે 50 kg ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં સેમિ ફાઇનલમાં 5-0થી શાનદાર વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. વિનેશે અગાઉ પ્રિ ક્વાર્ટર ફાઇનલ મેચમાં જાપાનની વર્લ્ડ નંબર વન અને ટોક્યો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા રેસલર યુઈ સુસાકીને પછાડી હતી. હવે સેમિ ફાઇનલમાં પણ ક્યુબાની પ્રતિસ્પર્ધીને હરાવીને તેણે ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં ભારત માટે સિલ્વર મેડલ પાક્કો કરી દીધો છે અને હવે તેની નજર ગોલ્ડ જીતવા પર છે.

મહાવીર ફોગાટનું નિવેદન થયું વાયરલ 

આ સફળતા પર હવે વિનેશ ફોગાટના ભાઈજી અને ગુરુ મહાવીર ફોગાટે આપેલું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, 'દીકરી વિનેશની આ જીત બૃજભૂષણના મોંઢે જોરદાર તમાચો છે, અમારી દીકરીએ જે કર્યું છે તે બૃજભૂષણ ક્યારેય નહીં કરી શકે. તેણે વિનેશને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ જનતા વિનેશની સાથે છે. અમારી દીકરીએ પોતાના સપના પૂરા કર્યા. મારા આશીર્વાદ છે કે ભગવાન વિનેશને આગળ લઈ જાય.'

આ પણ વાંચો: Olympics 2024: હોકી સેમિ ફાઇનલમાં ભારતની જર્મની સામે હાર, બ્રોન્ઝ માટે આશા યથાવત્

'વિનેશ આ વખતે ગોલ્ડ લઈને આવશે'

સેમિફાઇનલ મેચ પહેલા મહાવીર ફોગાટે કહ્યું હતું કે, 'મને આશા છે કે વિનેશ ગોલ્ડ લાવશે. તેણે જાપાની ખેલાડીને ક્વાર્ટર ફાઈનલ મેચ પહેલા હરાવી હતી, તેમજ વિનેશ અત્યાર સુધીની કોઇપણ મેચમાં હારી નથી. વિનેશે મેં જે રીતે કહ્યું તે રીતે પરફોર્મ કર્યું.'

મહાવીર ફોગાટે વધુમાં કહ્યું હતું કે, સેમિફાઇનલ પહેલા મારું ધ્યાન સવારથી જ જાપાની ખેલાડી સાથેની વિનેશની મેચ પર હતું. મે વિનેશને કહેવડાવ્યું હતું કે જાપાની ખેલાડી લેગ પર હુમલો કરે છે, આથી પહેલા રાઉન્ડમાં તારે માત્ર ડિફેન્સમાં રમવાનું છે અને બીજા રાઉન્ડમાં તારે અટેક કરવાનો રહેશે. વિનેશ આ જ રીતે રમીને જાપાની ખેલાડીને હરાવી હતી.

બજરંગ પુનિયાએ પણ સરકાર પર નિશાન સાધ્યું હતું

બજરંગ પુનિયાએ કહ્યું કે અમને પહેલેથી જ વિશ્વાસ હતો કે વિનેશ ગોલ્ડ લાવશે. જ્યારે અમે જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા હતા ત્યારે અમારા વિશે ઘણું કહેવામાં આવતું હતું, હવે તે લોકો ક્યાં છે?, હવે તે દેશની દીકરી કહેવાશે કે નહીં?'

આ પણ વાંચો: વિનેશ ફોગટ રેસલિંગની ફાઇનલમાં, પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે પહેલો સિલ્વર મેડલ થયો પાક્કો

શું હતો મામલો?

જાન્યુઆરી 2023માં, જ્યારે વિનેશ, સાક્ષી અને બજરંગ પુનિયા તેમજ ઘણી યુવા મહિલા કુસ્તીબાજો સાથે મળીને નવી દિલ્હીના જંતર-મંતર પર બૃજભૂષણ શરણ સિંહ સામે લડત આપી રહ્યા હતા. વિનેશ-સાક્ષી સહિત ઘણી મહિલા કુસ્તીબાજોએ બૃજભૂષણ પર છેડતી, યૌન શોષણ અને મનસ્વીતાનો આરોપ લગાવ્યો હતો અને તેને ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ પદ પરથી હટાવવાની માંગ કરી હતી. આ દરમિયાન વિરોધ ચાલુ રહ્યો હતો અને પોલીસ સાથે અવારનવાર ઘર્ષણ પણ થયું હતું. હાલમાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, નિવેદનો નોંધવામાં આવ્યા છે.

'દીકરી વિનેશની જીત બૃજભૂષણના મોઢે જોરદાર તમાચો...', મહાવીર ફોગાટનું નિવેદન થયું વાયરલ 2 - image


Google NewsGoogle News