'મેરી બારી તે લગદે, તુ રબ્બા સુત્તા હી રહ ગયા..', CAS દ્વારા અરજી ફગાવાતા વિનેશ ફોગાટનું ફરી દર્દ છલકાયું
Vinesh Phogat Emotional Post: વિનેશ ફોગાટને ફાઈનલ પહેલા 100 ગ્રામ વધારે વજનના કારણે પેરિસ ઓલિમ્પિકમાં કુશ્તી સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આથી તેણે CASને સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી હતી. 9 ઓગસ્ટના રોજ ચર્ચા બાદ નિર્ણય શરૂઆતમાં 13 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. બાદમાં કહેવામાં આવ્યું હતું કે 16 ઓગસ્ટે નિર્ણય આપવામાં આવશે. પરંતુ 14 ઓગસ્ટના રોજ અચાનક વિનેશની અપીલ ફગાવી દેવામાં આવી હતી.
વિનેશ ફોગાટનું ફરી દર્દ છલકાયું
પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ પણ વિનેશને મેડલ ન મળતા કુશ્તી પ્રેમીઓ નિરાશ થયા હતા. આ દરમિયાન વિનેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. CAS દ્વારા અરજી ફગાવાતા વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. આંખો પર હાથ રાખીને મેટ પર સૂતી હોય એવો ફોટો શેર કર્યો છે. જેના પર ગાયક બી પ્રાકનું ગીત વાગે છે કે 'જિંદગી સીધી કર દિંદા સબ કુજ પુઠા હી રહ ગયા, મેરી બારી તે લગદે, તુ રબ્બા સુત્તા હી રહ ગયા...' આ શબ્દોનો અર્થ થાય છે કે, 'હે ઈશ્વર તમારી પાસે આવીને સારું નસીબ ચમકાવવાનો મારો વારો આવ્યો, ત્યારે તમે મારું સારું નસીબ લખવા પર ધ્યાન પણ ના આપ્યું!’
આ પણ વાંચો: સચિનનો રેકોર્ડ ભારતીય કે ઓસ્ટ્રેલિયન નહીં પણ આ ક્રિકેટર તોડશે, પોન્ટિંગને વિશ્વાસ
વિનેશનું ગોલ્ડ મેડલ વિજેતા જેવું સ્વાગત થશે
વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધા બાદ 17 ઓગસ્ટ, શનિવારે ભારત પરત ફરી રહી છે. તે દિલ્હીના IGI એરપોર્ટથી તેના વતન બલાલી જશે. જ્યાં અનેક જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવશે.
વિનેશના કાકા અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા કુશ્તીબાજ મહાવીર ફોગાટે કહ્યું કે તેના વતન બલાલી પહોંચતા વિનેશનું ગોલ્ડ મેડલ વિજેતાની જેમ ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
આ પણ વાંચો: ભારતમાં ઓલિમ્પિકસ કરાવવા તૈયારી: લાલ કિલ્લાથી PM મોદીની મોટી જાહેરાત
આખી દુનિયામાં વિનેશ ફોગટના નામની ગૂંજ
ઓલિમ્પિક વિજેતા રેસલર બજરંગ પુનિયાએ પણ પ્રતિક્રિયા આપતા લખ્યું કે આ અંધકારમાં ભલે તમારો મેડલ છીનવાઈ ગયો, પરંતુ આજે તમે આખી દુનિયામાં હીરાની જેમ ચમકી રહ્યા છો. વર્લ્ડ ચેમ્પિયન, ભારતનું ગૌરવ, રૂસ્તમ-એ-હિંદ, વિનેશ ફોગટ, આપ દેશના કોહિનૂર છો. આખી દુનિયામાં વિનેશ ફોગાટ...વિનેશ ફોગટ... થઈ રહ્યું છે.