Get The App

વિનેશ : એક પલ ખુશી, એક પલ ગમ...

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
વિનેશ : એક પલ ખુશી, એક પલ ગમ... 1 - image


ભારતીય કુસ્તી સંઘના એક સમયના સુપ્રીમો બ્રિજભૂષણ શરણસિંઘ સામે ખુલ્લેઆમ મોરચો માંડનારી ભારતની મહિલા પહેલવાન વિનેશ ફોગાટની ઓલિમ્પિકની સફર એક દુઃસ્વપ્ન સમાન સાબિત થઈને રહી ગઈ. અગાઉ બે વખત ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઈનલમાં હારી ચૂકેલી વિનેશ ફોગાટે ૫૦ કિગ્રામાં ઈતિહાસ રચતા ફાઇનલમાં પ્રવેશ મેળવીને સુવર્ણચંદ્રક લગભગ નક્કી કરી લીધો હતો, પણ ફાઈનલ મુકાબલા અગાઉ તેનું વજન ૧૦૦ ગ્રામ વધારે હોવાથી તેને ગેરલાયક ઠેરવવામાં આવી. માત્ર ૧૦૦ ગ્રામ વજનને કારણે તેની ખુશી રાતોરાત ગમમાં ફેરવાઈ ગઈ. આ પછી તો આખા દેશમાં ચર્ચાનો દૌર જામ્યો. આખી ઘટના પર રાજકીય રંગ પણ છંટાયો હતો. અલબત્ત, ભારતીય ચાહકોએ વિનેશને એક ચેમ્પિયનની જેમ આવકારી હતી. 


Google NewsGoogle News