રોનાલ્ડો કે વિરાટ કોહલી નહીં, આ છે દુનિયાના સૌથી અમીર સ્પોર્ટ્સમેન, નેટવર્થ જાણીને ચોંકી જશો

રિંગમાં વિન્સે ધ રોક, અંડરટેકર અને બ્રોક લેસનર જેવા ખતરનાક રેસલર્સ સાથે રેસલિંગ પણ કરી છે

Updated: Aug 8th, 2023


Google NewsGoogle News
રોનાલ્ડો કે વિરાટ કોહલી નહીં, આ છે દુનિયાના સૌથી અમીર સ્પોર્ટ્સમેન, નેટવર્થ જાણીને ચોંકી જશો 1 - image

ક્રિકેટ જગતમાં વિરાટ કોહલી અને ફુટબોલની દુનિયામાં સંપત્તિના મામલે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઘણા આગળ છે. આ બંને ખેલાડીઓની ફેન ફોલોઈંગ પણ કરોડોની સંખ્યામાં છે. પરંતુ એક એવી વ્યક્તિ પણ છે જે આ બંને કરતાં વધુ અમીર છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, વિરાટ કોહલી, લિયોનેલ મેસ્સી જેવા ખેલાડીઓએ દુનિયાભરમાં એક અલગ ઓળખ બનાવી છે. તેઓ વિશ્વના સૌથી અમીર સ્પોર્ટ્સપર્સનની લિસ્ટમાં સામેલ છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેમની ઉપર કોઈ એવું છે જે ત્રણેયથી વધુ અમીર છે.

રોનાલ્ડો કે વિરાટ કોહલી નહીં, આ છે દુનિયાના સૌથી અમીર સ્પોર્ટ્સમેન, નેટવર્થ જાણીને ચોંકી જશો 2 - image

વિન્સ મિક્મેન છે સૌથી અમીર સ્પોર્ટ્સપર્સન

વિશ્વના સૌથી અમીર સ્પોર્ટ્સપર્સનનું નામ વિન્સ મિકમેન છે. એક અહેવાલ અનુસાર વિન્સ મિકમેનની કુલ સંપત્તિ લગભગ 2.2 બિલિયન ડોલર છે. જો ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો તે લગભગ 16,000 કરોડથી વધુ છે. વિન્સ મિકમેનને કારનો ખૂબ જ શોખ છે. તેની પાસે એકથી એક લક્ઝરી કાર છે. વિન્સને રોલ્સ રોયસ, મર્સિડીઝ બેન્ઝ, ઓડી જેવી મોંઘી કારનો ખૂબ શોખ છે.

રોનાલ્ડો કે વિરાટ કોહલી નહીં, આ છે દુનિયાના સૌથી અમીર સ્પોર્ટ્સમેન, નેટવર્થ જાણીને ચોંકી જશો 3 - image

પિતા પાસેથી ખરીદી હતી કંપની

વિન્સ મિકમેન WWEના ચેરમેન છે. તે એક બિઝનેસમેન પણ છે. વિન્સ મેકમેન 40 વર્ષથી આ રેસલિંગ કંપનીના માલિક છે. તેણે આ કંપની તેના પિતા પાસેથી જ ખરીદી હતી. WWE પહેલા WWF તરીકે ઓળખાતું હતું. વિન્સ મિકમેન પૂર્વ રેસલર પણ રહી ચૂક્યા છે. તેણે ઘણી મોટી ઈવેન્ટ્સમાં ભાગ લીધો છે. રિંગમાં તેણે ધ રોક, અંડરટેકર અને બ્રોક લેસનર જેવા ખતરનાક રેસલર્સ સાથે રેસલિંગ પણ કરી છે.

રોનાલ્ડો કે વિરાટ કોહલી નહીં, આ છે દુનિયાના સૌથી અમીર સ્પોર્ટ્સમેન, નેટવર્થ જાણીને ચોંકી જશો 4 - image

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની કુલ સંપત્તિ વિન્સ મિકમેનની અડધી પણ નથી. રોનાલ્ડોની કુલ સંપત્તિ લગભગ 850 મિલિયન ડોલર છે. ભારતીય રૂપિયામાં તે લગભગ 5,600 કરોડ જેટલી છે. રોનાલ્ડો સોશ્યલ મીડિયા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા 693 કરોડ રૂપિયા કમાય છે.

રોનાલ્ડો કે વિરાટ કોહલી નહીં, આ છે દુનિયાના સૌથી અમીર સ્પોર્ટ્સમેન, નેટવર્થ જાણીને ચોંકી જશો 5 - image

વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની કુલ સંપત્તિ રોનાલ્ડો અને વિન્સ મિક્મેન કરતા ઘણી ઓછી છે. તાજેતરના અહેવાલો અનુસાર વિરાટની કુલ સંપત્તિ 1050 કરોડ છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા સૌથી વધુ કમાણી કરે છે.


Google NewsGoogle News