Get The App

VIDEO : અચાનક રનઆઉટ થઇ જતાં યશસ્વી ભાંગી પડ્યો! કોહલી પણ જોતો રહી ગયો

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
VIDEO : અચાનક રનઆઉટ થઇ જતાં યશસ્વી ભાંગી પડ્યો! કોહલી પણ જોતો રહી ગયો 1 - image

IND Vs AUS : હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાંચ મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પહેલી બેટિંગ કરીને 474 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે બીજા દિવસની રમત ખતમ થઇ ત્યાં સુધીમાં 164 રમ પર 5 ગુમાવી દીધી હતી. આ દરમિયાન બેટર યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી અને ભારત માટે પહેલી ઇનિંગમાં 82 રન બનાવ્યા હતા.

શું હતી સમગ્ર ઘટના?

યશસ્વીએ પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને એક છગ્ગો પણ ફટકાર્યો હતો. જો કે યશસ્વી રનઆઉટ થઇ ગયો હતો. યશસ્વીને બોલેન્ડે ફુલ લેન્થ બોલ ફેંક્યો હતો. જેને જયસ્વાલે મિડ-ઓન તરફ ફટકાર્યો હતો. યશસ્વીએ કોહલીને સિંગલ માટે બોલાવ્યો હતો. કોહલી બોલને જોઈ રહ્યો હતો કારણ કે કમિન્સ બોલ ઉપાડીને ફેંકવા માટે આગળ વધી રહ્યો હતો. જ્યારે જયસ્વાલ રન લેવા માટે આગળ વધી રહ્યો હતો. જો કે કમિન્સ થ્રો ચૂકી ગયો હતો. પરંતુ આ સમય સુધીમાં બંને બેટરો નોન-સ્ટ્રાઈકરના છેડે હતા. પરંતુ વિકેટકીપરે જયસ્વાલને રનઆઉટ કરી દીધો હતો. રનઆઉટ થયા બાદ યશસ્વીએ આકાશ તરફ જોયું. જયસ્વાલ ખુશ હતો નહી અને કદાચ વિરાટ તરફ ઈશારો કરી રહ્યો હતો કે આ મારો પોતાનો કોલ હતો.

આ પણ વાંચો : VIDEO: આઉટ થઈને પરત ફરી રહ્યો હતો વિરાટ કોહલી, ઓસ્ટ્રેલિયન ફેન્સે હુરિયો બોલાવતા ભડક્યો

જયસ્વાલ બાદ કોહલી પણ થોડીવારમાં પેવેલિયન પાછો ફર્યો

હવે આમાં ક્યાં ખેલાડીનો વાંક હતો તેને લઈને ચર્ચા ચાલી રહી છે. જયસ્વાલે પોતાનું બલિદાન આપ્યું કારણ કે કોહલી ક્રિઝ પર પાછો ફર્યો હતો. પરંતુ થોડા સમય પછી જયસ્વાલના આઉટ થયા બાદ વિરાટ કોહલી પણ પેવેલિયનમાં પાછો ફર્યો હતો. કોહલી 36 રમ કરીને સ્કોટ બોલેન્ડે આઉટ કરી દીધો હતો.VIDEO : અચાનક રનઆઉટ થઇ જતાં યશસ્વી ભાંગી પડ્યો! કોહલી પણ જોતો રહી ગયો 2 - image



Google NewsGoogle News