VIDEO: આઉટ થઈને પરત ફરી રહ્યો હતો વિરાટ કોહલી, ઓસ્ટ્રેલિયન ફેન્સે હુરિયો બોલાવતા ભડક્યો
IND Vs AUS, Virat Kohli : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ 26મી ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં બીજા દિવસની રમતના અંતે ભારતે 46 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. આ દરમિયાન ચોથી ટેસ્ટમાં વિરાટ કોહલી ઓફ સ્ટમ્પની બહાર બોલને રમવાનો પ્રયાસ કરવા જતા 36 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.
શું છે સમગ્ર મામલો?
આઉટ થયા બાદ કોહલી જ્યારે ડ્રેસિંગ રૂમમાંથી બહાર નીકળી રહ્યો હતો. ત્યારે દર્શકો કોહલી સામે બૂમો પાડવા લાગ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે કોઈ દર્શકે તેને કંઈક વાંધાજનક કહ્યું હતું. જેના કારણે કોહલી પાછો ફરીને ભીડ સામે થઇ ગયો હતો. જો કે મામલો વધુ ઉગ્ર બને તે પહેલા સુરક્ષાકર્મીઓએ દરમિયાનગીરી કરી અને કોહલીને પરત વળ્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
ઓસ્ટેલિયન ટીમનું શાનદાર પ્રદર્શન
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અને ઓસ્ટેલિયન ટીમે પહેલી ઇનિંગમાં 122.4 ઓવરમાં 474 રન કરી ઓલઆઉટ થઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવન સ્મિથે સદી ફટકારી હતી. સ્મિથે 197 બોલમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 140 રનની ઇનિંગ રમી હતી. સ્મિથ સિવાય માર્નસ લાબુશેને 145 બોલમાં 72 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન પેટ કમિન્સે 63 બોલમાં 49 રન, સેમ કોન્સ્ટન્સે 60 રન, ઉસ્માન ખ્વાજાએ 57 રન, માર્નસ લાબુશેને 72 રન, મિચેલ માર્શે 4 રન, એલેક્સ કેરે 31 રન બનાવ્યા હતા. જ્યારે ટ્રેવિસ હેડ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના હિટમેનનો ફરી 'ફ્લોપ શૉ', છેલ્લી 14 ઈનિંગમાં ફક્ત 11ની સરેરાશથી રન કર્યા
બુમરાહે ઝડપી 3 વિકેટ
જ્યારે ભારત તરફથી બોલિંગમાં જસપ્રીત બુમરાહે 28 ઓવરમાં 97 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. બુમરાહ સિવાય રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ લીધી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદર અને આકાશ દીપ 1-1 વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા. હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને ઝડપથી ઓલઆઉટ કરવાનો પ્રયાસ કરશે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે 46 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 165 રન બનાવી લીધા હતા. હાલમાં રિષભ પંત 6 રન અને રવીન્દ્ર જાડેજા 7 4 રન બનાવીને અણનમ છે. આ સિવાય વિરાટ કોહલીએ 36 રન, યશસ્વી જયસ્વાલે 82 રન, કેએલ રાહુલે 24 રન અને કેપ્ટન રોહિત શર્માએ 3 રન બનાવ્યા હતા.