VIDEO: 'મરી ગયો કિંગ...', વિરાટ કોહલીના આઉટ થવા પર ઓસ્ટ્રેલિયન કમેન્ટેટરના નિવેદનથી હોબાળો
Simon Katich on virat kohli : મેલબર્નમાં બોક્સિંગ-ડે ટેસ્ટના પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર સાઈમન કેટિચે વિરાટ કોહલીના આઉટ થવા પર એવી ટિપ્પણી કરી કે તેનાથી હોબાળો મચી ગયો હતો અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. કોમેન્ટ્રી કરતી વખતે કેટિચે કહ્યું હતું કે, કેવી રીતે ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીનું વર્ચસ્વ સમાપ્ત થયું અને જસપ્રીત બુમરાહ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતનો સૌથી મૂલ્યવાન ખેલાડી બની ગયો હતો.
શું કહ્યું સાઈમન કેટિચે?
જ્યારે કોહલી આઉટ માત્ર 5 રન કરીને આઉટ તહી ગયો ત્યારે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સાઈમન કેટિચે કહ્યું હતું કે, 'કિંગ મરી ગયો. કિંગ કોહલી ધીમો પડી ગયો છે. હવે કિંગ બુમરાહે જવાબદારી ઉપાડી છે. કોહલી પોતાનાથી જ નિરાશ જોવા મળ્યો હતો. આ તેના માટે આ મોટી એક ઇનિંગ બની શકી હોત. તેણે અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું ન હતું. ઓસ્ટ્રેલિયન ટીમ અત્યારે જે પરિસ્થિતિમાં છે તેનાથી હું ઘણો ખુશ છું.'
ભારતીય ટીમની કારમી હાર
આ ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલ અને રિષભ પંતે લંચથી લઈને ચાના બ્રેક સુધી ભારતને કોઈ નુકસાન થવા દીધું ન હતું. ત્યારે એવું લાગી રહ્યું હતું કે ભારત મેચને ડ્રો કરવામાં સફળ રહેશે. પરંતુ ટી બ્રેક બાદ ટ્રેવિસ હેડના બોલ પર રિષભ પંતે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ભારતની સ્થિતિ નબળી પડી ગઈ હતી. ભારતીય ટીમે છેલ્લા સેશનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે ભારતને 184 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ વર્તમાન સીરિઝમાં 1-2થી પાછળ છે. જેને કારણે હવે ભારતને WTC ફાઇનલમાં પહોંચવું પણ મુશ્કેલ બની ગયું છે.