VIDEO: રાહુલ દ્રવિડની કારનો અકસ્માત, રિક્ષાએ મારી ટક્કર, રોડ વચ્ચે બંને વચ્ચે થઈ બબાલ
Rahul Dravid's car accident : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રાહુલ દ્રવિડને ખૂબ શાંત સ્વભાવની માનવામાં આવે છે. પરંતુ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઇ રહ્યો છે. હકીકતમાં રાહુલ દ્રવિડની કારનો અકસ્માત થયો હતો. આ વીડિયોમાં તે બેંગલુરુના રસ્તાઓ પર ઓટો રિક્ષા ડ્રાઈવર સાથે બબાલ કરતો જોવા મળી રહ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
રાહુલ દ્રવિડની કારને રિક્ષાએ ટક્કર મારી હતી ત્યારબાદ તે ડ્રાઈવર પર ગુસ્સે ભરાયો હતો. રાહુલ કન્નડ ભાષામાં ડ્રાઈવર સાથે બોલાચાલી કરતો જોવા મળ્યો હતો. રીપોર્ટ અનુસાર, દ્રવિડનો ડ્રાઇવર સાથે લાંબો સમય ઝઘડો ચાલ્યો હતો. જો કે, એ સ્પષ્ટ નથી કે દ્રવિડ પોતે કાર ચલાવી રહ્યો હતો કે તેની સાથે કોઈ ડ્રાઈવર હતો.
હજુ સુધી આ ઘટના અંગે કોઈ પણ ફરિયાદ નોંધાઈ નથી
એક રીપોર્ટ અનુસાર, આ ઘટના બેંગલુરુના સૌથી વ્યસ્ત વિસ્તાર એવા કનિંગહામ રોડ પર બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, દ્રવિડ હાઈ ગ્રાઉન્ડ વિસ્તાર તરફ જઈ રહ્યો હતો. ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. કહેવાઈ રહ્યું છે કે, રિક્ષા ડ્રાઈવરે ટ્રાફિકમાં ફસાયેલી દ્રવિડની કારને પાછળથી ટક્કર મારી દીધી હતી. ત્યારબાદ સૂત્રોના જણાવ્યા અનુસાર, દ્રવિડે રિક્ષા ડ્રાઈવરનો મોબાઈલ નંબર નોંધીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. જો કે, હજુ સુધી આ ઘટના અંગે કોઈ પણ ફરિયાદ નોંધાઈ નથી.