પહાડી ગીતો પર ધોની અને સાક્ષીએ લગાવ્યા ઠુમકા, VIDEO વાઇરલ
MS Dhoni dance with wife Sakshi Dhoni video viral : ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટર મહેન્દ્ર સિંહ ધોનીના દેશ અને દુનિયામાં લાખો ચાહકો છે. ક્રિકેટ જગતમાં હજુ સુધી કોઈ તેની જગ્યા લઇ શક્યું નથી. ધોની જ્યાં પણ જાય છે ત્યાં તેના ચાહકોની ભીડ જોવા મળે છે. તેની પત્ની સાક્ષી પણ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. આટલા મહાન ક્રિકેટરની પત્ની હોવા છતાં, સાક્ષીને વધુ લાઇમલાઇટમાં આવવું પસંદ નથી. તે ધોની સાથે અથવા તેના મિત્રો સાથે અમુક ખાસ પ્રસંગોએ જ પાર્ટીઓમાં જાય છે.
સાક્ષી અને ધોનીનો ડાન્સ કરતો વીડિયો વાઈરલ
ક્રિકેટથી દુર રહીને ધોની પોતાના પરિવાર સાથે ધોની રાંચીમાં સામાન્ય જીવન જીવવાનું પસંદ કરે છે. અને તે વધુ લાઈમલાઈટથી દુર રહે છે. એવું બહુ ઓછું બને છે કે જયારે તેનો પરિવાર મીડિયાની સામે આવે છે. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર ધોનીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે તેની પત્ની અને મિત્રો સાથે પહાડી પાર્ટીનો આનંદ માણતો જોવા મળ્યો હતો. જેમાં તે તેની પત્ની સાક્ષી સિંહ અને તેના મિત્રો સાથે પહાડી ગીત ગુલાબી શરારા પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તેમની સાથે કેટલાક સ્થાનિક પહાડી લોકો જોવા મળી રહ્યા છે. ચાહકો તેના આ વીડિયોને મોટા પ્રમાણમાં શેર કરી રહ્યા છે.
ધોની અને સાક્ષી એક જ સ્કૂલમાં ભણતા હતા
મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી બાળપણથી જ એક બીજાને ઓળખતા હતા. ધોની અને સાક્ષી પણ રાંચીની એક જ સ્કૂલમાં ભણતા હતા. બંનેના પિતા રાંચીમાં સાથે કામ કરતા હતા. આ બંને પરિવારો વચ્ચે શરૂઆતથી જ ખૂબ સારા સંબંધો હતા. પરંતુ થોડા સમય પછી સાક્ષીનો પરિવાર દેહરાદૂન શિફ્ટ થઈ ગયો. અને ત્યાર બાદ તેમની વચ્ચે કોઈ સંપર્ક થયો ન હતો. ઘણા વર્ષો પછી ધોની ફરી સાક્ષીને મળ્યો હતો. જો કે, ત્યાં સુધીમાં ધોનીના જીવનમાં ઘણું બદલાઈ ગયું હતું. ધોની અને સાક્ષીએ ફરી વાત કરવાનું શરૂ કર્યું હતું. અને પછી તેઓ પ્રેમમાં પડ્યા અને બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.