Get The App

VIDEO : લાઈવ મેચ દરમિયાન ખેલાડીઓ પર વીજળી પડી, એકનું મોત, અનેક દાઝ્યા

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
Peru Lightning Strike


Peru Lightning Strike: પેરુમાં ફૂટબોલ મેચ દરમિયાન એક દુ:ખદ અકસ્માત જોવા મળ્યો છે, જેમાં લાઈવ મેચ દરમિયાન વીજળી પડવાથી એક ખેલાડીનું મોત થયું છે જ્યારે અન્ય પાંચ ખેલાડીઓ ઘાયલ થયા છે. 39 વર્ષના ફૂટબોલર જોસ હ્યુગો ડે લા ક્રુઝ મેઝાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દુર્ઘટના ચિલ્કામાં સ્થાનિક ક્લબ જુવેટ બેલાવિસ્તા અને ફેમિલી ચોકા વચ્ચેની મેચ દરમિયાન થઈ હતી.

વીજળી પડતા થયું મોત 

મેચ દરમિયાન વાતાવરણ વાદળછાયું હતું તેમજ જોરથી વીજળીની ગર્જના થઈ રહી હતી, આથી આવા ખરાબ વાતાવરણના કારણે વીજળી ત્રાટકી તે પહેલાં જ રેફરીએ ગેમ અટકાવી દીધી હતી. આ સમય દરમિયાન માત્ર 22 મિનિટની રમત થઈ હતી અને જુવેન્ટુડ બેલાવિસ્ટા 2-0થી આગળ હતો. ગેમ બંધ થયાની થોડી જ ક્ષણો પછી, જુવેન્ટુડ બેલાવિસ્ટાના ડિફેન્ડર જોસ પર વીજળી પડી હતી. જેના કારણે તે અચાનક ઢળી પડ્યો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

આ પણ વાંચો: નવા કોચ, નવા કેપ્ટન સાથે T20 સીરિઝ રમશે ભારતીય ટીમ, હાર્દિક પંડ્યા-અક્ષર પટેલની ટીમમાં એન્ટ્રી

આ અકસ્માતમાં ત્રણ ખેલાડીઓ ઘાયલ થયા 

ગોલકીપર જુઆન ચોકા લેક્ટા પણ આ અકસ્માતનો ભોગ બન્યો હતો અને ખરાબ રીતે દાઝી ગયો હતો. સ્થળ પર કોઈ એમ્બ્યુલન્સ ન હોવાથી, ચોકાને ટેક્સી દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને તેની હાલત નાજુક છે. આ ઉપરાંત, અન્ય ત્રણ ખેલાડીઓ પણ ઘાયલ થયા હતા. 

ફૂટબોલના મેદાનમાં પહેલા પણ થયો હતો આવો અકસ્માત 

આ ઘટના બાદ મેચ રદ્દ કરવામાં આવી હતી. ફૂટબોલના મેદાનમાં આવી ઘટના પહેલીવાર નથી બની. આવી જ  દુર્ઘટના આ વર્ષની શરૂઆતમાં ઇન્ડોનેશિયામાં પણ ઘણી હતી. જ્યાં 35 વર્ષીય સેપ્ટિયન રાહરજા પર મેચ દરમિયાન વીજળી પડવાથી મૃત્યુ થયું હતું.

VIDEO : લાઈવ મેચ દરમિયાન ખેલાડીઓ પર વીજળી પડી, એકનું મોત, અનેક દાઝ્યા 2 - image


Google NewsGoogle News