VIDEO: કે એલ રાહુલે ઝડપ્યો અદ્ભુત કેચ, શું IPL 2023માં બની શકે છે 'કેચ ઓફ ધ ટુર્નામેન્ટ'?

લખનઉ સુપર જાયન્ટ્સને પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો

સિકંદર રઝા અને શાહરૂખ ખાનની ઇનિંગ્સના કારણે લખનઉ મેચ જીતવામાં સફળ રહી

Updated: Apr 16th, 2023


Google NewsGoogle News
VIDEO: કે એલ રાહુલે ઝડપ્યો અદ્ભુત કેચ, શું IPL 2023માં બની શકે છે 'કેચ ઓફ ધ ટુર્નામેન્ટ'? 1 - image

IPL 2023ની 21મી મેચમાં ગઈકાલે લખનઉ સુપર જાયન્ટ્સને પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં કેપ્ટન રાહુલે શાનદાર બેટિંગ કરતા 74 રનની ઇનિંગ રમી હતી. રાહુલે બેટિંગ બાદ ફિલ્ડિંગમાં એવો અદ્ભુત કેચ ઝડપ્યો કે જેની ખુબ ચર્ચા થઈ રહી છે. 

ડાઈવ લગાવી ઝડપ્યો શાનદાર કેચ

ક્રિકેટ ફેન્સ રાહુલના આ કેચને IPL 2023માં કેચ ઓફ ધ ટુર્નામેન્ટનો દાવેદાર પણ ગણાવી રહ્યા છે. રાહુલે માર્ક વુડની 16મી ઓવરમાં આ કેચ ઝડપ્યો હતો. માર્ક વુડની ઓવરના પાંચમા બોલ પર પંજાબ કિંગ્સના બેટ્સમેન જીતેશ શર્માએ કવરની દિશામાં ચોક્કો ફટકારવાનો પ્રયાસ કર્યો હતો જો કે ત્યાં ઊભેલા રાહુલે તેની ડાબી તરફ ડાઇવ લગાવી આ શાનદાર કેચ ઝડપ્યો હતો. 

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

સોશિયલ મીડિયા પર વાયરલ થયો રાહુલનો વીડિયો

રાહુલના આ કેચને કારણે પંજાબની ટીમ મુશ્કેલીઓમાં આવી ગઈ હતી પરંતુ અંતે ટીમ સિકંદર રઝા અને શાહરૂખ ખાનની ઇનિંગ્સના કારણે મેચ જીતવામાં સફળ રહી હતી. રાહુલના આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


Google NewsGoogle News