World Cup 2023 : પાકિસ્તાન સામેની દિલધડક મેચમાં જીત બાદ કેશવ મહારાજે આ રીતે કર્યું સેલિબ્રેટ, જુઓ વીડિયો

પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 270 રન બનાવ્યા હતા

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : પાકિસ્તાન સામેની દિલધડક મેચમાં જીત બાદ કેશવ મહારાજે આ રીતે કર્યું સેલિબ્રેટ, જુઓ વીડિયો 1 - image
Image:IANS

World Cup 2023 SA vs PAK : સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે ODI World Cup 2023ની 26મી મેચ રમાઈ હતી. સાઉથ આફ્રિકાએ આ રોમાંચક મેચમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાની આ જીત બાદ કેશવ મહારાજે જે રીતે જીત(Keshav Maharaj's Angry Celebration Video)ની ઉજવણી કરી તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

સાઉથ આફ્રિકા માટે જીત સરળ ન હતી

પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 270 રન બનાવ્યા હતા અને આફ્રિકાની ટીમને જીતવા માટે 271 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં સાઉથ આફ્રિકાએ છેલ્લી વિકેટ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. જો કે આ જીત સાઉથ આફ્રિકા માટે સરળ ન હતી કારણ કે મેચના અંતે ખુબ જ રોમાંચ જોવા મળ્યો હતો. પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા 270 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે સાઉથ આફ્રિકાએ 235 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. 

સાઉથ આફ્રિકાને છેલ્લી ક્ષણોમાં મળી જીત

સાઉથ આફ્રિકાની ટીમ સરળતાથી જીત તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ આ પછી પાકિસ્તાનના બોલરોએ જોરદાર વાપસી કરી હતી અને 260ના સ્કોર પર આફ્રિકન ટીમના 9 બેટ્સમેનોને પેવેલિયન પરત કર્યા હતા. સાઉથ આફ્રિકાની છેલ્લી જોડી ક્રિઝ પર હતી અને તેને જીતવા માટે 11 રનની જરૂર હતી. સાઉથ આફ્રિક માટે કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીની જોડીએ છેલ્લી ક્ષણોમાં ટીમને જીત સુધી પહોંચાડી હતી.   

World Cup 2023 : પાકિસ્તાન સામેની દિલધડક મેચમાં જીત બાદ કેશવ મહારાજે આ રીતે કર્યું સેલિબ્રેટ, જુઓ વીડિયો 2 - image


Google NewsGoogle News