Get The App

Video: મેચ રદ્દ થયા બાદ ગુજરાત ટાઈટન્સના આ સ્ટાર ખેલાડી સાથે કાવ્યા મારને કરી મુલાકાત

Updated: May 17th, 2024


Google NewsGoogle News
Video: મેચ રદ્દ થયા બાદ ગુજરાત ટાઈટન્સના આ સ્ટાર ખેલાડી સાથે કાવ્યા મારને કરી મુલાકાત 1 - image


Image: Twitter 

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ ગુરુવારે વરસાદને કારણે ધોવાઇ ગઈ હતી. આ સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ IPL 2024 ના પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સતત વરસાદને કારણે મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો. મેચ શરૂ થવાનો નિર્ધારિત સમય સાંજે 7:30 વાગ્યાનો હતો, પરંતુ અમ્પાયરે આખરે 10:10 વાગ્યે મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. પ્લેઓફની રેસમાંથી પહેલેથી જ બહાર થઈ ગયેલી ગુજરાત ટાઈટન્સની આ સતત બીજી મેચ છે જે વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

મેચ કેન્સલ થયા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ટીમના માલિક કાવ્યા મારને તેના જૂના કેપ્ટન કેન વિલિયમસનને ગળે મળ્યા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેન વિલિયમસન હાલમાં ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ છે. કેન વિલિયમસન 2015 થી 2022 સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમનો ભાગ રહ્યો છે. કેન વિલિયમસન સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ટીમનો કેપ્ટન પણ છે.

સનરાઇઝર્સે પ્લેઓફમાં જગ્યા બનાવી

પ્લેઓફની રેસમાંથી પહેલેથી જ બહાર થઈ ગયેલી ગુજરાત ટાઈટન્સની આ સતત બીજી મેચ છે જે વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ પહેલા 13 મેના રોજ અમદાવાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની ટીમની મેચ વરસાદને કારણે એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવી પડી હતી. મેચ રદ થવાને કારણે, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને ગુજરાત ટાઇટન્સ (GT) બંનેને એક-એક પોઇન્ટ મળ્યો. સનરાઇઝર્સના 13 મેચમાં 15 પોઈન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

ચોથા સ્થાન માટે ટક્કર 

લીગ ટેબલની નીચેની સાત ટીમોમાં, હવે માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સ 15 કે તેથી વધુ પોઈન્ટ મેળવી શકે છે, જેનાથી પ્લે-ઓફમાં સનરાઈઝર્સનું સ્થાન સુનિશ્ચિત થાય છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે અને પ્લેઓફમાં પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી ચૂક્યું છે. 

નાઈટ રાઈડર્સના 19 પોઈન્ટ છે જ્યારે રોયલ્સના 16 પોઈન્ટ છે. પ્લેઓફમાં છેલ્લા સ્થાન માટે હજુ ચાર ટીમો દાવેદાર છે - ચેન્નાઈ સુપર કિંગ્સ (14), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (12), દિલ્હી કેપિટલ્સ (14) અને લખનૌ સુપર જાયન્ટ્સ (12).


Google NewsGoogle News