Get The App

VIDEO: આઉટ થતાં જ બોલર-બેટર વચ્ચે મેદાનમાં બોલાચાલી, બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ઘટના

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
VIDEO: આઉટ થતાં જ બોલર-બેટર વચ્ચે મેદાનમાં બોલાચાલી, બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ઘટના 1 - image

Bangladesh Premier League (BPL) : હાલ બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) રમાઈ રહી છે. આં BPLની એક મેચ દરમિયાન શરમજનક ઘટના બની હતી. જેમાં અચાનક ક્રિકેટના મેદાન પર બે ખેલાડીઓ વચ્ચે ઝઘડો શરુ થઇ ગયો હતો. સદભાગ્યે બગડતી પરિસ્થિતિને સમયસર કાબુમાં લઇ લેવામાં આવી હતી. 

શું હતો સમગ્ર મામલો?

રવિવારે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) માં ખુલના ટાઈગર્સ અને સિલહટ સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. મેદાનની વચ્ચે બે ખેલાડીઓ એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. એટલું જ નહીં આ દરમિયાન બંને ખેલાડીઓ વચ્ચે ધક્કામુક્કી પણ જોવા મળી હતી. આ ઝઘડો ખુલના ટાઈગર્સના ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ અને સિલહટ સ્ટ્રાઈકર્સના ઝડપી બોલર તંજીમ હસન સાકિબ વચ્ચે થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  

અમ્પાયરોએ દરમિયાનગીરી કરીને બંનેને અલગ કર્યા

આ ઘટના ખુલના ટાઇગર્સની ઇનિંગની 17મી ઓવરમાં બની હતી જ્યારે તંજીમ હસન સાકિબે મોહમ્મદ નવાઝને ખબો માર્યો હતો. તંજીમ હસને મોહમ્મદ નવાઝને આઉટ કર્યા પછી આવું કૃત્ય કર્યું હતું. મોહમ્મદ નવાઝને 33 રન પર આઉટ કર્યા પછી તંજીમ હસન સાકિબે તેને કંઈક એવું કહ્યું જેનાથી વાતાવરણ ગરમ થઈ ગયું હતું. તંજીમ અને નવાઝ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ત્યારબાદ અમ્પાયરો અને અન્ય ખેલાડીઓએ દરમિયાનગીરી કરીને બંનેને અલગ કર્યા હતા.

આ પણ વાંચો : ચાલુ મેચમાં વિવાદ થયો તો મળશે કડક સજા, IPL 2025 માટે બનાવાયો નવો નિયમ

સિલહટ સ્ટ્રાઈકર્સે મેચ 8 રનથી જીતી લીધી

આ મેચમાં ઝડપી બોલર તંજીમ હસન સાકિબનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. સાકિબે 2 વિકેટ લીધી હતી. પરંતુ તેણે ફેંકેલી 4 ઓવરમાં 45 રન આપ્યા હતા. આ મેચમાં ખુલના ટાઈગર્સે ટોસ જીતીને સિલહટ સ્ટ્રાઈકર્સને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. સિલહટ સ્ટ્રાઈકર્સે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 182 રન બનાવ્યા હતા અને ખુલના ટાઈગર્સને જીત માટે 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સામે જવાબમાં ટાર્ગેટનો પીછો કરતા ખુલના ટાઇગર્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 174 રન જ બનાવી શકી હતી. આ સાથે જ સિલહટ સ્ટ્રાઈકર્સે મેચ 8 રનથી જીતી લીધી હતી.VIDEO: આઉટ થતાં જ બોલર-બેટર વચ્ચે મેદાનમાં બોલાચાલી, બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ઘટના 2 - image


Google NewsGoogle News