VIDEO : અર્શદીપ સિંહનો લાજવાબ ઈન સ્વિંગ બોલ! બેટર સાથે જોનારા જોતા જ રહી ગયા
Arshdeep Singh : હાલ ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમનો ઝડપી બોલર અર્શદીપ સિંહ પોતાની બોલિંગથી ધૂમ મચાવી રહ્યો છે. તેણે કાઉન્ટી ચેમ્પિયનશીપની એક મેચમાં શાનદાર બોલિંગ કરી બેટરોને ખૂબ જ પરેશાન કર્યા હતા. મેચમાં તેણે પોતાના ઇનસ્વિંગ બોલિંગ વડે બેટરોને ક્લીન બોલ્ડ કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. ત્યારે હવે ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે અર્શદીપ સિંહની પસંદગી કેમ કરવામાં આવી ન હતી. અહીં તમને જણાવી દઈએ કે અર્શદીપ સિંહ હાલ કેન્ટ ટીમ માટે રમી રહ્યો છે. જેમાં આગાઉ નવદીપ સૈની અને રાહુલ દ્રવિડ પણ રમી ચુક્યા છે.
પોતાની શાનદાર બોલિંગથી અર્શદીપે બેટરોને કર્યા ધરાશાયી
હકીકતમાં વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અર્શદીપ બોલ ફેંકવા અમ્પાયરની બાજુમાંથી તેજ ગતિએ પસાર થાય છે અને બેટર અંદરની તરફ આવતા બોલને સમજવામાં નિષ્ફળ જાય છે અને ક્લીન બોલ્ડ થઈ જાય છે. આ વીડિયોમાં કોમેન્ટેટર કહી રહ્યો છે કે, ' ઓહ! તેણે બેટરને હંફાવી દીધો. અર્શદીપનો આ બોલ થોડો ઉછાળ્યો અને પાછો અંદર ગયો, વાહ!' જો કે અર્શદીપે આવો બોલ ફેંક્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. તેની શાનદાર બોલિંગ જોઈને ચાહકો સવાલો ઉઠાવી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું હતું કે, તમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) માં ક્યાં હતા? અન્ય એક યુઝર્સે કહ્યું કે, શા માટે અર્શદીપને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં નથી આવી રહ્યો?
આ પણ વાંચો : 'બુમરાહ તો વર્લ્ડક્લાસ બોલર છે..', ઝઘડો કરનારા સેમ કોન્સટાસનું મોટું નિવેદન
શા માટે અર્શદીપને ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમવાની તક ન આપવામાં આવી?
અહીં તમને જણાવી દઈએ કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ઓસ્ટ્રેલિયા સામે 1-3થી હારી ગઈ હતી. આ ટેસ્ટ સીરિઝમાં હાર્યા બાદ ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શા માટે અર્શદીપ સિંહને ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમવાની તક ન આપવામાં આવી? તેમના સ્થાને પસંદગીકારોએ યશ દયાલને તક આપી હતી. જો આપણે અર્શદીપ સિંહની ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં ભારતીય ટીમ માટે 8 વનડે અને 60 T20I રમી ચુક્યો છે. જો કે, તેણે હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું નથી.